+

ઇરાનમાં સુપર પાવર બન્યાં મેજર જનરલ વાહિદી, શું હવે અમેરિકા સાથે જંગનો ભનાયક તબક્કો શરૂ થશે ?

મેજર જનરલ અહેમદ વાહિદી: ઈરાનના નવા પાવરોફૂલ વ્યક્તિ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં તણાવ અને જહાજોની નાકાબંધી છેલ્લા 48 કલાકમાં ત્રણ જહાજોને નિશાન બનાવવામાં આવ્યાં અનેક જહાજો અત્યારે પર્શિયન ગલ્ફમાં ફસ

  • મેજર જનરલ અહેમદ વાહિદી: ઈરાનના નવા પાવરોફૂલ વ્યક્તિ
  • સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં તણાવ અને જહાજોની નાકાબંધી
  • છેલ્લા 48 કલાકમાં ત્રણ જહાજોને નિશાન બનાવવામાં આવ્યાં
  • અનેક જહાજો અત્યારે પર્શિયન ગલ્ફમાં ફસાયેલા છે

તેહરાનઃ ઈરાનમાંથી એક એવા સમાચાર આવી રહ્યાં છે જેણે સમગ્ર વિશ્વની ચિંતા વધારી દીધી છે. ઈરાનમાં પડદા પાછળ ચાલી રહેલો સત્તાનો જંગ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. ન્યૂયોર્ક પોસ્ટ અને અમેરિકન થિંક ટેન્ક ઇન્સ્ટિટ્યૂટ ફોર ધ સ્ટડી ઓફ વોરના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ઈરાનની મુત્સદ્દીગીરી અને તેની સૈન્ય મશીનરી પર હવે સંપૂર્ણપણે ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સનો કબ્જો થઈ ગયો છે.

રિપોર્ટ અનુસાર, IRGC કમાન્ડર મેજર જનરલ અહેમદ વાહિદી હવે ઈરાનના સૌથી શક્તિશાળી વ્યક્તિ બનીને ઉભર્યા છે. તેમણે માત્ર દેશના સૈન્ય તંત્રને જ પોતાના હાથમાં નથી લીધું, પરંતુ અમેરિકા સાથે થનારી શાંતિ વાટાઘાટોની લગામ પણ હવે તેમના અને તેમના નજીકના લોકોના હાથમાં છે. આ સમગ્ર ગતિવિધિમાં ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈની મૌન સંમતિ હોવાનું કહેવાય છે.

આ પાવર શિફ્ટની સૌથી ખતરનાક અસર સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં જોવા મળી રહી છે. જ્યાં એક તરફ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી આ દરિયાઈ માર્ગ ખોલવા માટે સહમત થતા જણાતા હતા, બીજી તરફ IRGC એ આ નિર્ણયને પલટી નાખ્યો છે. વાહિદીના આદેશ પર ઈરાનની 'ફાસ્ટ એટેક શિપ્સ' એ આ વ્યૂહાત્મક માર્ગને સંપૂર્ણપણે બ્લોક કરી દીધો છે.

ચોંકાવનારી વાત એ છે કે, ઈરાનના પ્રતિનિધિ મંડળમાં સામેલ કટ્ટરપંથી નેતા મોહમ્મદ બાગેર જોલગાદ્રએ વિદેશ મંત્રી અરાગચી વિરુદ્ધ ફરિયાદ કરી હતી. આરોપ લગાવવામાં આવ્યો કે અરાગચી મુત્સદ્દીગીરીમાં નરમાશ દાખવી રહ્યાં છે. પરિણામે, સમગ્ર વાટાઘાટ ટીમને તાત્કાલિક તેહરાન પરત બોલાવી લેવામાં આવી છે. 

વોશિંગ્ટન સ્થિત થિંક ટેન્કનું માનવું છે કે આ ફેરફાર પછી અમેરિકા સાથે કોઈ સાર્થક વાતચીતની શક્યતા લગભગ ખતમ થઈ ગઈ છે. મંગળવારની ડેડલાઇન નજીક છે અને સીઝફાયરની આશા અત્યંત નબળી પડી છે. આવી સ્થિતિમાં, આશંકા વધી રહી છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે મહાયુદ્ધનો બીજો ભાગ ફરી શરૂ થઈ શકે છે.

મરીન ટ્રેકિંગ ડેટા મુજબ, હોર્મુઝમાંથી અવરજવર સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. માત્ર ઈરાની જહાજો જ આ માર્ગનો ઉપયોગ કરી રહ્યા હતા, જોકે તેઓ પણ અમેરિકી નાકાબંધી રેખાની નજીક ગયા નથી. રિપોર્ટ અનુસાર, ઈસ્લામાબાદમાં થયેલી અમેરિકા-ઈરાન વાતચીતમાં પણ IRGC ની દખલગીરી જોવા મળી હતી. વાહિદીએ જોલગાદ્રને ટીમમાં સામેલ કરવાનો પ્રયાસ કર્યો હતો, જેનો સ્પીકર મોહમ્મદ બાગેર ગાલિબાફ અને અરાગચીએ વિરોધ કર્યો હતો.

facebook twitter