+

છત્તીસગઢમાં ચાર્ટર્ડ પ્લેન ક્રેશ: પહાડી વિસ્તારમાં વિમાન ઝાડ સાથે અથડાતા સર્જાઈ દુર્ઘટના

પ્લેનમાં કેટલા લોકો સવાર હતા, તેની વિગતો મેળવવામાં આવી રહી છે રાયપુરઃ છત્તીસગઢના જશપુર જિલ્લામાં સોમવારે એક વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. અહીંની આરા પહાડીઓમાં એક ખાનગી વિમાન ક્રેશ થયું છે. ગ્રામી

  • પ્લેનમાં કેટલા લોકો સવાર હતા, તેની વિગતો મેળવવામાં આવી રહી છે

રાયપુરઃ છત્તીસગઢના જશપુર જિલ્લામાં સોમવારે એક વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. અહીંની આરા પહાડીઓમાં એક ખાનગી વિમાન ક્રેશ થયું છે. ગ્રામીણોના જણાવ્યાં અનુસાર, આ ચાર્ટર્ડ પ્લેન જશપુરના નારાયણપુર વિસ્તારના રતનપહલી જંગલમાં ઝાડ સાથે અથડાવાને કારણે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. અકસ્માત બાદ પહાડી વિસ્તારમાંથી આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ પોલીસ અને વહીવટીતંત્રની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને રાહત તથા બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. હાલમાં એ જાણી શકાયું નથી કે વિમાનમાં કેટલા લોકો સવાર હતા. વિમાન જમીનથી અંદાજે 30 ફૂટની ઊંચાઈ પર ઉડી રહ્યું હતું. 

એસએસપી લાલ ઉમેદસિંહ પણ ઘટના સ્થળે પહોંચ્યાં છે. જશપુર જિલ્લા વહીવટીતંત્રનું કહેવું છે કે આ વિમાન દુર્ઘટનામાં જાનહાનિની સત્તાવાર પુષ્ટિ તપાસ બાદ જ કરવામાં આવશે. પહાડી વિસ્તાર હોવાને કારણે રાહત અને બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે. 

facebook twitter