ઇજાને કારણે મોહમ્મદ શમી IPL 2024 માંથી બહાર,IPL નું શિ઼ડ્યૂંલ કરાયું જાહેર

08:18 PM Feb 22, 2024 | gujaratpost

નવી દિલ્હીઃ IPL 2024, 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે, જેનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે, IPL 2024ના શેડ્યૂલની જાહેરાત પહેલા ગુજરાત ટાઇટન્સને મોટો ફટકો પડ્યો હતો. ફાસ્ટ બોલર મોહમ્મદ શમી IPL 2024માંથી બહાર થઈ ગયો છે. શમીને ડાબા પગના ઘૂંટણમાં થયેલી ઈજાને કારણે IPL 2024માંથી બહાર થવું પડ્યું છે.

મોહમ્મદ શમી IPL 2024 માંથી બહાર

ગુજરાત ટાઇટન્સનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી આવતા મહિને યોજાનારી IPL 2024માંથી બહાર છે. મોહમ્મદ શમી ડાબા પગની ઘૂંટીની ઈજાને કારણે IPL 2024માંથી બહાર થઈ ગયો છે. ગુજરાત ટાઇટન્સે હાલમાં કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.

33 વર્ષીય ફાસ્ટ બોલર ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી પાંચ મેચોની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમનો ભાગ નથી. તેણે છેલ્લી વખત ભારત માટે ODI વર્લ્ડ કપ 2023ની ફાઈનલ રમી હતી. શમી ઑસ્ટ્રેલિયા વિરૂદ્ધ ODI વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો, ત્યારબાદ તે ઈજામાંથી બહાર આવી શક્યો ન હતો.

શમી જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં લંડનમાં હતો, જ્યાં તેને પગની ઘૂંટીમાં થયેલી ઈજા માટે ખાસ ઈન્જેક્શન લગાવવામાં આવ્યાં હતા, પરંતુ તે ઈન્જેક્શનથી તેનો દુખાવો ઓછો થયો ન હતો, હવે તેની પાસે ઓપરેશન કરાવવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. હવે મોહમ્મદ શમી યુકેમાં તેની સર્જરી કરાવશે. આવી સ્થિતિમાં શમી IPL 2024 રમી શકશે નહીં.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post