અમદાવાદ એરપોર્ટ પર રૂ.78 લાખના સોના સાથે દુબઈથી આવેલો યુવક ઝડપાયો

08:51 PM Aug 10, 2025 | gujaratpost

મોજાંમાંથી છ સોનાના ટીટી બાર તથા 24 કેરેટના ત્રણ કાપેલા ટુકડા મળ્યાં

અમદાવાદઃ એરપોર્ટ પરથી વધુ એક વખત દુબઈથી આવેલા પેસેન્જ પાસેથી સોનું ઝડપાયુ હતું. અમદાવાદ કસ્ટમ્સની એર ઇન્ટેલિજન્સ યુનિટે દુબઈથી આવેલા એક મુસાફરની સોનાની તસ્કરી બદલ ધરપકડ કરી છે. આરોપી મોજાંમાં છુપાવીને 750.700 ગ્રામ સોનુું લઇ આવ્યો હતો. જપ્ત કરાયેલ સોનાની કિંમત રૂપિયા 78.29 લાખ જેટલી થાય છે.

9 ઓગસ્ટે સ્પાઈસ જેટ ફ્લાઈટ એસજી 16 મારફતે દુબઈથી આવેલા એક મુસાફરને AIUના અધિકારીઓએ અટકાવીની તેની પૂછપરછ કરી હતી. જેમાં મુસાફરના મોજાંમાંથી છ સોનાના ટીટી બાર તથા 24 કેરેટના ત્રણ કાપેલા ટુકડા મળી આવ્યાં હતા. મળેલું સોનું કુલ 750.700 ગ્રામ વજનનું અને 24 કેરેટ શુદ્ધતાવાળું હતુ.

કસ્ટમ્સ અધિકારીઓએ જણાવ્યું કે, મોજામાં સોનું છુપાવવાનો આ ઉપાય સ્કેનિંગ અને મેન્યુઅલ ચેકિંગમાંથી બચવા માટે કરવામાં આવ્યો હતો. આરોપીને કસ્ટમ્સ એકટ 1962 હેઠળ ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપી કોઈ મોટા તસ્કરી ગેંગનો સભ્ય છે કે કેમ ? તે દિશામાં તપાસ શરૂ કરી છે.