+

અમે એવો પાઠ ભણાવીશું કે ભારતે કાન પકડવા પડશે.. સિંધુ મુદ્દે શાહબાઝનો બફાટ

ઈસ્લામાબાદ: ઓપરેશન સિંદૂરમાં ભારત સામે હારનો સામનો કર્યાં પછી પણ પાકિસ્તાન પોતાની ગતિવિધિઓ બંધ કરી રહ્યું નથી. પાકિસ્તાનના આર્મી ચીફ મુનીર અને બિલાવલ ભુટ્ટો પછી પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે સિંધુ કરા

ઈસ્લામાબાદ: ઓપરેશન સિંદૂરમાં ભારત સામે હારનો સામનો કર્યાં પછી પણ પાકિસ્તાન પોતાની ગતિવિધિઓ બંધ કરી રહ્યું નથી. પાકિસ્તાનના આર્મી ચીફ મુનીર અને બિલાવલ ભુટ્ટો પછી પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે સિંધુ કરાર પર ભારતને ધમકી આપી છે. શાહબાઝ શરીફે એક કાર્યક્રમમાં કહ્યું કે ભારતને પાકિસ્તાનનું પાણીનું એક ટીપું પણ છીનવા દેવામાં આવશે નહીં. આજે હું દુશ્મનને કહેવા માંગુ છું કે જો તમે અમારા પાણીને રોકવાની ધમકી આપો છો, તો આ વાત ધ્યાનમાં રાખો કે તમે પાકિસ્તાનનું પાણીનું એક ટીપું પણ છીનવી શકતા નથી. જો ભારતે આવી કોઈ કાર્યવાહી કરશે એવો પાઠ ભણાવવામાં આવશે કે તમારે પસ્તાવવું પડશે. અમે એવો પાઠ ભણાવીશું કે તમારે કાન પકડવા પડશે.

પાકિસ્તાન તરફથી અનેક વખત ધમકીઓ મળી 

શાહબાઝ શરીફનું નિવેદન એક માત્ર નથી. અગાઉથી જ પાકિસ્તાન ભારત વિરુદ્ધ આક્રમક નિવેદનો અને ધમકીઓ આપી રહ્યું છે. પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ અસીમ મુનીરે ફ્લોરિડાના ટૈમ્પામાં પાકિસ્તાની ઇમિગ્રન્ટ્સને સંબોધિત કરતી વખતે ભારતને પરમાણું હુમલાની ધમકી આપી હતી. મુનીરની ધમકીનો ભારતે જોરદાર જવાબ આપ્યો છે. હવે મુનીરના આ નિવેદનની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે. મુનીરે અમેરિકામાં કહ્યું, જો આપણને એવું લાગશે કે આપણે નાશ પામવાના છીએ, તો આપણે અડધી દુનિયાને વિનાશને ખતમ કરી નાખીશું. જો ભારત પાણી બંધ કરશે તો પાકિસ્તાન મિસાઇલોથી હુમલો કરીને ભારતીય બંધ તોડી પાડશે, તેમને મુકેશ અંબાણીની જામનગર રિફાઇનરીને ટાર્ગેટ કરવાની પણ ધમકી આપી છે.

બિલાવલ ભુટ્ટો ઝરદારીએ ધમકી આપી

પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા અને ભૂતપૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ ભારતને યુદ્ધની ચેતવણી આપી છે.સિંધ સરકારના એક કાર્યક્રમમાં બોલતા બિલાવલે કહ્યું કે જો ભારત સિંધુ કરારને પુનઃસ્થાપિત નહીં કરે તો તે તેમના ઇતિહાસ, સંસ્કૃતિ અને સભ્યતા પર હુમલો છે. ભારતની જળ નીતિ આક્રમક છે, તે પાકિસ્તાનને પાણીથી વંચિત રાખવાનું કાવતરું છે. યુદ્ધની સ્થિતિમાં, પાકિસ્તાનના લોકો ભારતનો સામનો કરવા તૈયાર છે અને છ નદીઓ પાછી લઈ શકે છે, સોમવારે સિંધી સંત શાહ અબ્દુલ લતીફ ભીતાઈની દરગાહ પરના સમારોહમાં બોલતા બિલાવલે કહ્યું કે જો યુદ્ધ થાય છે, તો અમે મોદી સરકારને સંદેશ આપીશું કે અમે કોઈ પણ સંજોગોમાં પાછળ હટીશું નહીં, અમે ઝૂકીશું નહીં.

પાકિસ્તાનની ધમકી પર ભારતનો જવાબ

પાકિસ્તાનની આ ધમકીઓનો ભારતે કડક જવાબ આપ્યો છે. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, પરમાણુ શસ્ત્રોથી ધમકી આપવી એ પાકિસ્તાનની આદત છે. ભારત કોઈ પણ પરમાણુ બ્લેકમેલને વશ નહીં થાય અને તેની રાષ્ટ્રીય સુરક્ષાને સુરક્ષિત રાખવા માટે તમામ જરૂરી પગલાં લેશે. આવી બેજવાબદાર ટિપ્પણીઓ પાકિસ્તાનના પરમાણુ કમાન્ડ અને નિયંત્રણની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉભા કરે છે. જ્યારે પણ પાકિસ્તાનની સેનાને અમેરિકાનો ટેકો મળે છે, ત્યારે તે આક્રમક વલણ અપનાવવાનું શરૂ કરે છે. આ એક સંકેત છે કે પાકિસ્તાનમાં લોકશાહી નબળી છે, સેના ત્યાં સત્તાનું વાસ્તવિક નિયંત્રક છે. ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે તે આતંકવાદ અને આક્રમક વાણી-વર્તનના દબાણ હેઠળ પોતાની નીતિઓ નહીં બદલે.

ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો હતો

ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાને હારનો સામનો કરવો પડ્યો હતો, છતાં પાકિસ્તાનમાં સુધારાના કોઈ સંકેત નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવનો આ સમયગાળો નવો નથી, પરંતુ જ્યારથી ભારતે સિંધ કરાર મુલતવી રાખ્યો છે, ત્યારથી પાકિસ્તાન નફ્ફટાઇ કહી રહ્યું છે. ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે લોહી અને પાણી એક સાથે વહી શકતા નથી. જ્યાં સુધી પાકિસ્તાની આતંકવાદીઓ ભારતમાં આતંક ફેલાવવાનું બંધ ન કરે, ત્યાં સુધી આ સંધિ પુનઃસ્થાપિત થશે નહીં. ભારતનું વલણ સ્પષ્ટ છે કે તે કોઈ પણ બ્લેકમેલ સામે ઝૂકશે નહીં અને તેની સુરક્ષા માટે દરેક જરૂરી પગલાં લેશે. 

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter