પાટણઃ એસીબીએ વધુ એક ટ્રેપ કરી છે. રાજેશ કુમાર કાંતિલાલ વૈષ્ણવ, હોદ્દો- હોમગાર્ડ સભ્ય, પાટણ શહેર હોમગાર્ડ યુનિટ, પાટણને રૂપિયા 2 હજારની લાંચ લેતા ઝડપી લીધો છે.
ગુનાનું સ્થળઃ પાટણ શહેર હોમગાર્ડ યુનિટ કચેરી
ફરિયાદી પાટણ શહેર હોમગાર્ડ યુનિટ ખાતે હોમગાર્ડની ફરજ બજાવે છે, જેમાં આરોપી હોમગાર્ડ યુનિટ ખાતે પગાર બિલ તેમજ અન્ય વહીવટી બાબતો અંગેની કામગીરી સંભાળતા હોવાથી ફરિયાદીનું હોમગાર્ડ અંગેનું પૂરેપૂરું બિલ મંજૂર કરી આપવા લાંચ માંગવામાં આવી હતી.
આરોપી દ્વારા પહેલા 2500 રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી, બાદમાં 2000 રૂપિયા નક્કિ કરાયા હતા, જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કરીને ફરિયાદ આપી હતી. જેમાં આરોપી લાંચ લેતા ઝડપાઇ ગયા છે.
ટ્રેપીંગ અધિકારી: એમ.જે.ચૌધરી,પોલીસ ઇન્સ્પેકટર,
એ.સી.બી.પોસ્ટે. પાટણ
સુપર વિઝન અધિકારીઃ કે.એચ.ગોહીલ, મદદનીશ નિયામક,
એ.સી.બી.બોર્ડર એકમ ભૂજ
