રાજસ્થાનઃ દૌસામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. ખાટુશ્યામજી મંદિરના દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની કાર પિકઅપ ટ્રક સાથે અથડાઈ હતી. જેમાં 11 લોકોનાં મોત થયા છે, મળતી માહિતી મુજબ મૃતકોમાં 7 બાળકો અને 3 મહિલાઓનો સમાવેશ થાય છે.
દૌસા પોલીસના જણાવ્યાં અનુસાર બાપી નજીક કાર અને પિકઅપ ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં કુલ મૃત્યુઆંક 11 થઈ ગયો છે, જેમાં હોસ્પિટલમાં દાખલ કરાયેલા એક વ્યક્તિનું પછીથી મોત થયું છે.
ખાટુશ્યામજી મંદિરના દર્શન કરીને શ્રદ્ધાળુઓ ઘરે પરત ફરી રહ્યાં હતા ત્યારે આ અકસ્માત થયો હતો. કાર પાર્ક કરેલા પિકઅપ ટ્રક સાથે અથડાઈ હતી. 9 લોકોને સારવાર માટે રિફર કરવામાં આવ્યાં છે અને 3 લોકો જિલ્લા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/