+

વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડે અચાનક રાજીનામું આપતાં અનેક તર્ક વિતર્ક- Gujarat Post

1998 માં સમાજવાદી પાર્ટીમાંથી ચૂંટાયા હતા અનેક સહકારી સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા  ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડે પોતાના પદ પરથી રાજીનામું આપી દેતા અનેક તર્ક વિતર્ક શરૂ

1998 માં સમાજવાદી પાર્ટીમાંથી ચૂંટાયા હતા

અનેક સહકારી સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા 

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડે પોતાના પદ પરથી રાજીનામું આપી દેતા અનેક તર્ક વિતર્ક શરૂ થઈ ગયા છે. અનેક સહકારી સંસ્થાઓ સાથે સંકળાયેલા જેઠાભાઇ ભરવાડે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. તેમના રાજીનામા પાછળના ચોક્કસ કારણો હજુ સુધી સામે આવ્યાં નથી, પરંતુ આ ઘટના બાદ રાજકીય વર્તુળોમાં અનેક અટકળો તેજ થઈ છે.

મળતી માહિતી મુજબ, જેઠાભાઈએ કામનું ભારણ વધુ હોવાને કારણે અન્ય હોદ્દા અને સામાજિક જવાબદારીની વ્યસ્તતાનું કારણ આપી રાજીનામું આપ્યું હોય શકે છે, આ રાજીનામું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મંત્રી રત્નાકરની  હાજરીમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને સોંપવામાં આવ્યું હતું. જેનો વિધાનસભાના અધ્યક્ષે તત્કાલ સ્વીકાર કર્યો હતો.

વર્ષ 1998માં જેઠાભાઈ ભરવાડ સમાજવાદી પક્ષ તરફથી ચૂંટાઈને આવ્યાં હતા.વર્ષ 2002માં તેઓ ભારતીય જનતા પાર્ટી તરફથી શહેરા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને અને કોંગ્રેસ ઉમેદવાર છત્રસિંહને હરાવ્યાં હતા. ત્યારથી લઈને વર્ષ 2022 સુધી જેઠાભાઈ આ બેઠક પર જીતતા આવ્યા છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter