અમદાવાદઃ ગુજરાતમાં નકલી નોટોનું મોટું કૌભાંડ પકડાયું છે, અમરાઈવાડી વિસ્તારમાંથી 2.10 કરોડની નકલી નોટો ઝડપાઈ છે. સત્યમ યોગ ફાઉન્ડેશનની ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા લખેલી ગાડીમાં નકલી નોટોની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. જેમાં સદગુરુ પ્રદીપના આશ્રમમાં છપાયેલી અંદાજિત રૂ. 2.10 કરોડની નકલી ચલણી નોટો જપ્ત કરવામાં આવી છે.
આ કૌભાંડમાં સામેલ ટોળકી અસલી નોટોની વચ્ચે નકલી નોટો મૂકીને છેતરપિંડી કરતી હતી. આ ઘટના ગુજરાતમાં નકલી નોટ છાપવાના સૌથી મોટા કૌભાંડ તરીકે સામે આવી છે. સદગુરુ પ્રદીપના આશ્રમનો ઉપયોગ નકલી નોટો છાપવા માટે થતો હોવાનું જાણવા મળ્યું છે. આ આશ્રમમાં રેડ પાડતા 500 ના દરની 40 હજાર રૂપિયાની બનાવટી નોટો જપ્ત કરાઈ છે.
આ તમામ નકલી નોટ સુરતના વરાછામાં છાપવામાં આવતી હોવાનો ખુલાસો થયો છે. સદગુરૂ પ્રદીપના આશ્રમમાં નકલી નોટો છપાતી હતી. પોલીસે પ્રદીપની અટકાયત કરી હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી છે. કામરેજના ધોરણ પારડીના તાપી કિનારે સદગુરૂ પ્રદીપનો ભવ્ય આશ્રમ છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અમરાઈવાડી વિસ્તારમાં દરોડા પાડ્યાં હતા. એક ફોર્ચ્યુનર કારમાંથી નકલી નોટોના મોટા જથ્થો મળી આવ્યો હતો. જેમાં એક મહિલા સહિત કુલ 6 શખ્સોની ધરપકડ કરાઇ છે.
સુરતના સત્યમ યોગ ફાઉન્ડેશનની ગાડીમાં નકલી નોટોની હેરાફેરી થતી હતી. નોટોના સપ્લાય માટે કારમાં આયુષ મંત્રાલય લખેલી કારનો ઉપયોગ કરાતો હતો. ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા લખેલી ગાડીમાં નકલી નોટોની હેરાફેરી થતી હતી.
આ ગેંગ અસલી નોટોના બંડલની ઉપર અસલી અને વચ્ચે નકલી નોટો મૂકીને લોકો સાથે છેતરપિંડી કરતી હતી. પોલીસ આ કૌભાંડની તપાસ કરી રહી છે અને આરોપીઓની પૂછપરછ ચાલુ છે. બીજી તરફ સુરતના આ આશ્રમમાં રાતના સમયે છોકરીઓ લવાતી હોવાનું પણ સ્થાનિકો કહી રહ્યાં છે.