+

હજુ બદલો પૂરો થયો નથીઃ ખાડીના ઓઈલ કૂવાઓમાં હાહાકાર મચાવ્યાં બાદ પણ ઈરાન આક્રમક

(Photo: AFP) તેલ અવીવઃ ખાડી દેશોના ઓઈલ અને ગેસ કેન્દ્રો પર હુમલા બાદ સાઉદી અરેબિયા, કુવૈત, કતાર અને UAE ની તેલ રિફાઇનરીઓ ભડકે બળી રહી છે. ઈરાને કહ્યું છે કે બદલો હજુ પૂરો થયો નથી. ઈરાન આ બદલો બુધવા

(Photo: AFP)

તેલ અવીવઃ ખાડી દેશોના ઓઈલ અને ગેસ કેન્દ્રો પર હુમલા બાદ સાઉદી અરેબિયા, કુવૈત, કતાર અને UAE ની તેલ રિફાઇનરીઓ ભડકે બળી રહી છે. ઈરાને કહ્યું છે કે બદલો હજુ પૂરો થયો નથી. ઈરાન આ બદલો બુધવારે રાત્રે તેના સૌથી મોટા ગેસ ફિલ્ડ પર થયેલા હુમલાનો લઈને લઇ રહ્યું છે. ગલ્ફ દેશોની ઓઈલ રિફાઇનરીઓ પર અનેક હુમલાઓ કરવા છતાં ઈરાન રોકાઇ રહ્યું નથી.

ઈરાને જણાવ્યું કે, અમારા ગેસ ફિલ્ડ પર જે હુમલો થયો છે તેનો બદલો હજુ પૂરો થયો નથી. ઈરાનના વલણથી સ્પષ્ટ સંદેશ મળી રહ્યો છે કે આગામી દિવસોમાં પણ ખાડી દેશોના એનર્જી સેન્ટરો પર હુમલા ચાલુ રહેશે. ઈરાનના સશસ્ત્ર દળોના સંયુક્ત કમાન્ડના પ્રવક્તાએ કહ્યું છે કે ઈરાનના એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર થયેલા ઈઝરાયેલી હુમલાનો જવાબ હજુ ખતમ થયો નથી. તેમણે ચેતવણી આપી કે જો આવા હુમલાઓનું પુનરાવર્તન થશે તો ઈરાન વધુ જોરદાર વળતો પ્રહાર કરશે. ઈરાને ઉમેર્યું કે તેના જવાબમાં દુશ્મનના એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે તેમના સાથીઓના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ નિશાન બનાવવામાં આવશે.

IRGC ના ખતમ અલ-અંબિયા સેન્ટ્રલ હેડક્વાર્ટરના પ્રવક્તાએ જણાવ્યું કે, અમે દુશ્મનને ચેતવણી આપીએ છીએ કે તમે ઈરાનના એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કરીને મોટી ભૂલ કરી છે. જો આ ફરીથી દોહરાવવામાં આવશે, તો દુશ્મન અને તેના સાથીઓના એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંપૂર્ણપણે નાશ ન પામે ત્યાં સુધી હુમલા ચાલુ રહેશે.

ઈરાને ગુરુવારે તેના ખાડી આરબ પડોશી દેશોના એનર્જી સેન્ટરો પર હુમલા તેજ કર્યા હતા. ઈરાને રેડ સી પર  સાઉદી રિફાઇનરીને નિશાન બનાવી અને કતારની લિક્વિફાઈડ નેચરલ ગેસ ફેસિલિટી તથા કુવૈતની બે ઓઈલ રિફાઇનરીઓમાં આગ લગાવી દીધી હતી. આ વળતી કાર્યવાહી ત્યારે કરવામાં આવી જ્યારે ઈઝરાયલે ઈરાનના મુખ્ય કુદરતી ગેસ ક્ષેત્ર પર હુમલો કર્યો હતો.

facebook twitter