+

રાજકોટમાં એક કલાકમાં એક ઇંચ વરસાદ, સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદના કહેરથી ખેતીને નુકસાન

ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ  અમદાવાદના અનેક વિસ્તારોમાં માવઠું  ઉનાળામાં ચોમાસા જેવો માહોલ છવાયો  રાજકોટ: હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમા

  • ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ 
  • અમદાવાદના અનેક વિસ્તારોમાં માવઠું 
  • ઉનાળામાં ચોમાસા જેવો માહોલ છવાયો 

રાજકોટ: હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. ભારે પવન અને કરા સાથે તૂટી પડેલા વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે, બીજી તરફ તૈયાર પાકને નુકસાનથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

રાજકોટ શહેરમાં સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અંધારપટ છવાઈ ગયો હતો. સાંજે 5 વાગ્યાના અરસામાં વિઝિબિલિટી એટલી ઘટી ગઈ હતી કે વાહનચાલકોએ દિવસે લાઈટ ચાલુ કરવાની ફરજ પડી હતી. છેલ્લા એક-દોઢ કલાકમાં અંદાજે એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

નોંધનિય છે કે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે અને તેને કારણે ખેતીને પણ મોટાપાયે નુકસાન થયું છે.

facebook twitter