+

દસાડા પોલીસ મથકનો હેડ કોન્સ્ટેબલ ACB ની ઝપેટમાં આવ્યો, રૂ, 80 હજારની લાંચ લેતા ઝડપાયો

સુરેન્દ્રનગરઃ જિલ્લાના દસાડા પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ભરત કાનજીભાઈ મેમકીયાને રૂ. 80,000ની લાંચ લેતી ACB ના હાથે ઝડપી લેવાયા છે. ફરિયાદી વિરુદ્ધ પ્રોહિબિશન (દારૂબંધી) હેઠળ ગુ

સુરેન્દ્રનગરઃ જિલ્લાના દસાડા પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ભરત કાનજીભાઈ મેમકીયાને રૂ. 80,000ની લાંચ લેતી ACB ના હાથે ઝડપી લેવાયા છે.

ફરિયાદી વિરુદ્ધ પ્રોહિબિશન (દારૂબંધી) હેઠળ ગુનો દાખલ થયો હતો. આ કેસમાં ફરિયાદીને પોલીસ રિમાન્ડ દરમિયાન માર નહીં મારવા માટે અને આ ગુનામાં અન્ય કોઈ આરોપીઓનાં નામ નહીં ખોલવા માટે હેડ કોન્સ્ટેબલ ભરત મેમકીયાએ રૂ. 80,000 ની લાંચની માંગણી કરી હતી. 

ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી અમદાવાદ એસીબીમાં ફરિયાદ આપી હતી. ફરિયાદને આધારે એસીબીની ટીમે દસાડા વિસ્તારમાં છટકું ગોઠવીને હેડ કોન્સ્ટેબલ ભરત મેમકીયાને રૂ. 80,000 ની લાંચ સ્વીકારતા ઝડપી લીધો હતો. એસીબીએ તાત્કાલિક તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

facebook twitter