અમદાવાદઃ છેલ્લા ઘણા સમયથી લાગી રહ્યું હતુ કે ગુજરાત સમાચાર સામે કોઇ કેન્દ્રીય એજન્સી કાર્યવાહી કરશે, હંમેશા લોકશાહી અને લોકોનો અવાજ બની ગયેલા ગુજરાત સમાચાર સામે હવે ઇડી અને ઇન્કમટેક્સની મોટી કાર્યવાહી થઇ છે, પહેલા જીએસટીવી પર ઇન્કમટેક્સની રેડ થઇ અને થોડી વાર પછી ઇડીના અધિકારીઓની ટીમ આવી પહોંચી હતી.
ખાનપુરમાં ગુજરાત સમાચાર અને ઇસ્કોન પાસે આવેલી જીએસટીવીમાં દરોડા બાદ ગુજરાત સમાચારના એમડી બાહુબલીભાઇ શાહની ધરપકડ કરાઇ હતી. શ્રેયાંશભાઇ શાહના ભાઈ બાહુબલી શાંતિલાલ શાહ, પુત્ર નિર્મમ શ્રેયાંસભાઇ શાહ અને અમમ શ્રેયાંસભાઇ શાહના નિવાસ્થાને પણ દરોડા કરાયા હતા.
છેલ્લા ઘણા સમયથી ગુજરાત સમાચાર મોદી સરકાર અને ભાજપની ટીકાઓ કરી રહ્યું હતુ, સાચી વસ્તુઓ જનતા સમક્ષ મુકી રહ્યું હતુ, ત્યારે જ લાગતું હતુ કે લોકશાહીના ચોથા સ્થંભ પર ગમે ત્યારે હુમલો થશે અને તે જ મુજબ દરોડા કરીને બાહુબલીભાઇ શાહની ધરપકડ કરવામાં આવી છે.