+

ઘોર કળિયુગઃ ડિસામાં પિતરાઈ બહેને પ્રેમી સાથે મળીને ભાઈની હત્યા કરી, કારણ જાણી તમે ચોંકી ઉઠશો - Gujarat Post

બનાસકાંઠાઃ ડિસામાં પિતરાઈ બહેને પ્રેમી સાથે મળીને ભાઈની હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. મળતી વિગત પ્રમાણે સાટા પદ્ધતિથી બહેન નારાજ હતી અને અન્ય યુવકના પ્રેમમાં હતી. જ્યારે ભાઈની હત્યા ક

બનાસકાંઠાઃ ડિસામાં પિતરાઈ બહેને પ્રેમી સાથે મળીને ભાઈની હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. મળતી વિગત પ્રમાણે સાટા પદ્ધતિથી બહેન નારાજ હતી અને અન્ય યુવકના પ્રેમમાં હતી. જ્યારે ભાઈની હત્યા કરવાથી સાટા પદ્ધતિ અનુસાર લગ્ન વિચ્છેદ એટલે તૂટી શકે તેવી બહેને માનસિકતાથી પ્રેમી અને અન્ય એક યુવકની મદદથી પિતરાઈ ભાઈની હત્યા નીપજાવી હતી. સમગ્ર ઘટના મામલે પોલીસે પિતરાઈ બહેન અને પ્રેમી સહિત કુલ ત્રણની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ડિસા તાલુકાના જાવલ ગામના ગણેશભાઈ પટેલ અને પિતરાઈ બહેન મંજુ પટેલના સાટા પદ્ધતિથી લગ્ન થયા હતા. જોકે, મંજુને અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ હોવાથી તે સાટા પદ્ધતિથી કરાયેલા લગ્નથી નારાજ હતી. જ્યારે ગત 10 મેના રોજ મૃતક ગણેશભાઈ જ્યારે ખેતરમાં સૂઈ રહ્યાં હતા, ત્યારે મંજુએ તેના પ્રેમી સહદેવ પટેલ અને અન્ય એક શખ્સ ભરત પટેલ સાથે મળીને પિતરાઈ ભાઈને કુહાડી અને તલવારના ઘા મારીને હત્યા નીપજાવી હતી.

સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ આદરી હતી. જેમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. જાણવા મળ્યું કે, મંજુ પ્રેમી સાથે લગ્ન કરવા ઈચ્છતી હતી. જો કે તેના સાટા પદ્ધતિથી લગ્ન થયા હતા. આમ સાટા પદ્ધતિથી લગ્ન થયા હોવાથી જો પિતરાઈ ભાઈનું મોત નીપજવામાં આવે તો તેના લગ્ન તૂટી શકે તેવી માનસિકતા રાખીને મંજુએ પ્રેમી અને અન્ય એક યુવક સાથે મળીને પિતરાઈ ભાઈને મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યાના બનાવીને લઈને પોલીસે પિતરાઈ બહેન, પ્રેમ અને અન્ય એક શખ્સની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

facebook twitter