+

Apple ના CEO ટિમ કૂકને ટ્રમ્પે સંભળાવી દીધું, કહ્યું ભારતમાં એપલ ફોન ન બનાવવાનું બંધ કરો

અમેરિકામાં પ્રોડક્શન વધારવા ટ્રમ્પે એપલને આપી સલાહ કતારઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું વધુ એક ભારત વિરોધી વલણ સામે આવ્યું છે, કતારમાં તેમને એપલના સીઇઓ ટિમ કૂકને કહ્યું કે તમે ભારતમાં એપલના

અમેરિકામાં પ્રોડક્શન વધારવા ટ્રમ્પે એપલને આપી સલાહ

કતારઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું વધુ એક ભારત વિરોધી વલણ સામે આવ્યું છે, કતારમાં તેમને એપલના સીઇઓ ટિમ કૂકને કહ્યું કે તમે ભારતમાં એપલના મોબાઇલ સહિતની વસ્તુઓ બનાવવાનું બંધ કરી દેજો, એ લોકો એમનું જોઇ લેશે. જો આમ થાય તો ભારતને કરોડો રૂપિયાનું નુકસાન થઇ શકે છે. ટ્રમ્પનું માનવું છે કે ભારતમાં ઊંચા ટેરિફને કારણે અમેરિકી ધંધાઓમાં મુશ્કેલીઓ આવી રહી છે. જેથી તેમને એપલ કંપનીના સીઇઓને આ સંભળાવી દીધું છે.

ટ્રમ્પે બીજો એક મોટો દાવો કર્યો છે, તેમનું કહેવું છે કે ભારતે અનેક યુએસ ઉત્પાદનો પર શૂન્ય ટેરિફની ઓફર કરી છે. કારણ કે ભારત આયાત કર પર કરાર ઇચ્છે છે, કતારમાં બિઝનેસમેન અને નેતાઓ સાથેના કાર્યક્રમમાં બોલતા ટ્રમ્પે કહ્યું કે ભારત સરકારે અમને એક સોદો ઓફર કર્યો છે જેના હેઠળ તેઓ મૂળભૂત રીતે અમારી પાસેથી કોઈ ટેરિફ વસૂલવા તૈયાર નથી. તેમણે વોશિંગ્ટન અને નવી દિલ્હી વચ્ચે ચાલી રહેલી વેપાર ચર્ચાઓમાં પ્રગતિનો સંકેત આપ્યો છે.

નોંધનિય છે કે ટેરિફને લઇને ટ્રમ્પ આજે દુનિયાભરમાં ચર્ચામાં આવ્યાં છે, તેમને ભારત સહિતના અનેક દેશોમાં ટેરિફ લગાવી દીધા છે. સાથે જ તેઓ ભારત વિરોધ નિવેદનો પણ કરી રહ્યાં છે.

facebook twitter