મણિપુરઃ ચંદેલ જિલ્લામાં આસામ રાઇફલ્સ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ સમય દરમિયાન સશસ્ત્ર આતંકવાદીઓએ સૈનિકો પર ગોળીબાર કર્યો. જવાબી કાર્યવાહીમાં સુરક્ષા દળોએ 10 કાર્યકરોને ઠાર માર્યા છે. આ એન્કાઉન્ટર પછી, આર્મીના પૂર્વીય કમાન્ડે X પર એક પોસ્ટ શેર કરી હતી.
ભારત-મ્યાનમાર સરહદ નજીક ચંદેલ જિલ્લાના ખેગજોય તહસીલમાં ન્યૂ સમતાલ ગામ નજીક સશસ્ત્ર કેડરોની હિલચાલ અંગે ચોક્કસ ગુપ્ત માહિતી મળી હતી. તેમની સામે કાર્યવાહી કરતા 10 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યાં છે. મણિપુરના ચંદેલ જિલ્લામાં આ ઓપરેશન અંગે ભારતીય સેનાએ જણાવ્યું હતું કે સ્પીયર કોર્પ્સ હેઠળના આસામ રાઇફલ્સ યુનિટે 14 મે 2025 ના રોજ એક ઓપરેશન શરૂ કર્યું હતું. ઓપરેશન દરમિયાન સૈનિકો પર શંકાસ્પદ કેડરોએ ગોળીબાર કર્યો હતો.
આતંકવાદીઓ પાસેથી દારૂગોળો મળી આવ્યો
પૂર્વીય કમાન્ડે પોતાના ટ્વિટમાં વધુમાં જણાવ્યું કે જવાબી કાર્યવાહીમાં સૈનિકોએ રણનીતિ સાથે ગોળીબાર કર્યો. આ એન્કાઉન્ટરમાં 10 આતંકવાદીઓ માર્યા ગયા છે. સેનાએ એવી પણ માહિતી આપી હતી કે આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં દારૂગોળો મળી આવ્યો છે.આ વિસ્તારમાં વધુ આતંકવાદીઓ છુપાયેલા હોવાની શંકા બાદ આસામ રાઇફલ્સ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આતંકવાદીઓએ આસામ રાઇફલ્સના સૈનિકો પર ગોળીબાર શરૂ કરી દીધો. મણિપુરમાં ચાલી રહેલી અશાંતિ વચ્ચે સુરક્ષા દળો દ્વારા આ કાર્યવાહીને મોટી સફળતા માનવામાં આવી રહી છે.
જોલેન્ડ રાજ્ય બનાવવાની આતંકીઓની વાતો
ભારત-મ્યાનમાર સરહદી વિસ્તારમાં જોલેન્ડ રાજ્ય બનાવવાના પ્રયાસો ઘણા સમયથી ઉગ્રવાદી સંગઠનો દ્વારા ચાલી રહ્યા છે. જોકે, તાજેતરમાં ભારત સરકાર અને ભારતીય સેનાએ મ્યાનમાર અંગે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. સૈન્ય અને સરકારે મ્યાનમાર સરહદ સંપૂર્ણપણે સીલ કરી દીધી અને મુક્ત અવરજવર શાસનનો અંત લાવી દીધો. આ સાથે જોલેન્ડ રાજ્ય બનાવવાનું સપનું પણ ચકનાચૂર થઈ ગયું. ભૂતકાળમાં નાગા અને કુકી જાતિઓ દ્વારા પણ આનો વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે, રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર સરકાર અને સેના દ્વારા તાજેતરમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/