+

ગુજરાત સમાચાર સામે ED ની કાર્યવાહી મામલે રાહુલ ગાંધીનું મોટું નિવદન, લોકશાહીનો અવાજ દબાવી દેવાનો પ્રયાસ

રાજ્યસભાના સાંસદ અને વિપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે આવી કાર્યવાહીની ટીકા કરી જીએસટીવી અને ગુજરાત સમાચારમાં થઇ હતી રેડ અમદાવાદઃ ગુજરાત સમાચારના બાહુબલીભાઇ શાહની ઇડીએ ધરપકડ કરી લીધી છે, ઇન્કમટેક્

રાજ્યસભાના સાંસદ અને વિપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે આવી કાર્યવાહીની ટીકા કરી

જીએસટીવી અને ગુજરાત સમાચારમાં થઇ હતી રેડ

અમદાવાદઃ ગુજરાત સમાચારના બાહુબલીભાઇ શાહની ઇડીએ ધરપકડ કરી લીધી છે, ઇન્કમટેક્સ બાદ એક જ દિવસમાં ઇડીની રેડ કરવામાં આવી અને બાદમાં તેમની ધરપકડ કરવામાં આવી, આ મામલે ગુજરાતના સમગ્ર મીડિયા જગતમાં મોદી સરકાર સામે રોષ સ્પષ્ટ દેખાઇ રહ્યો છે.

બીજી તરફ વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું કે લોકશાહીનો અવાજ દબાવી દેવા માટેનું આ મોટું ષડયંત્ર છે.આગામી દિવસોમાં જો અખબાર ગ્રુપોને તાળાં લાગી ગયા તો સમજજો લોકતંત્ર ખતરામાં છે. બાહુબલીભાઇની ધરપકડ તે ડરની રાજનીતિનો હિસ્સો છે અને તે નરેન્દ્ર મોદીનો ઓળખ છે, રાહુલે કહ્યું કે દેશ દંડાથી કે ડરથી ચાલવાનો નથી. ભારત સચ્ચાઇ અને સંવિધાનથી જ ચાલશે.
પ્રિયંકા ગાંધીએ પણ આ કાર્યવાહીની નિંદા કરી છે.

આમ આદમી પાર્ટીએ ઇડીની આ કાર્યવાહીને વખોડી નાખી છે અને આ બદલાની ભાવનાથી થયેલું કૃત્ય ગણાવ્યું છે. દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે આ હતાશાની નિશાની છે, તેમની મોદી સરકાર પર પ્રહાર કર્યાં હતા.

 

 

 

facebook twitter