+

ગુજરાતમાં ફરી વરસાદી સિસ્ટમ થઈ સક્રિય, 19 ઓગસ્ટ સુધી સાર્વત્રિક મેઘમહેરની આગાહી - Gujarat Post

અમદાવાદઃ લાંબા સમયના વિરામ બાદ ગુજરાતમાં ફરી ચોમાસું સક્રિય થયું છે. બંગાળની ખાડીમાં બનેલું હળવું દબાણ, કચ્છથી બંગાળની ખાડી સુધીની ટ્રફલાઇન અને કચ્છ પર સર્જાયેલું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન- આ ત્રણ

અમદાવાદઃ લાંબા સમયના વિરામ બાદ ગુજરાતમાં ફરી ચોમાસું સક્રિય થયું છે. બંગાળની ખાડીમાં બનેલું હળવું દબાણ, કચ્છથી બંગાળની ખાડી સુધીની ટ્રફલાઇન અને કચ્છ પર સર્જાયેલું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન- આ ત્રણ સિસ્ટમ એક સાથે સક્રિય થઈ છે.

આજે, ગુરુવારથી ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ત્યારબાદ 15 થી 19 ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં સાર્વત્રિક હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ વરસાદ ખેડૂતો માટે ખૂબ રાહત લાવશે, કારણ કે તેનાથી વાવેલા પાકને પાણી મળશે અને જળાશયોમાં પણ નવા પાણીની આવક થશે.

હવામાન નિષ્ણાતો મુજબ, રાજ્યમાં 16 ઓગસ્ટથી વરસાદનું જોર વધવાની શક્યતા છે, અને 17 થી 20 ઓગસ્ટ તેમજ મહિનાના છેલ્લા અઠવાડિયામાં સારો વરસાદ થશે. આ સિવાય 16 થી 23 ઓગસ્ટ સુધી પણ સાર્વત્રિક વરસાદ રહેશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

સરદાર સરોવર ડેમ તેની કુલ સંગ્રહ ક્ષમતાનો 75.19 ટકા ભરાયેલો છે. જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયો તેમની કુલ સંગ્રહ ક્ષમતાના 70 ટકા ભરાયેલા છે. ચોમાસાની શરૂઆતમાં પડેલા વરસાદના કારણે રાજ્યમાં 30 ડેમ 100 ટકા ભરાયેલા છે, જ્યારે 51 ડેમ હાઈ એલર્ટ પર છે. 73 ડેમ 70 થી 100 ટકા ભરાયેલા છે અને 26 ડેમ એલર્ટ પર છે.

facebook twitter