ઇટાલીઃ લેમ્પેડુસા ટાપુ નજીક એક મોટો અકસ્માત થયો છે. બુધવારે અહીં લગભગ 100 સ્થળાંતર કરનારાઓને લઈ જતી એક બોટ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં 26 લોકોનાં મોત થયા છે અને ઘણા લોકો ગુમ છે. ઇટાલિયન કોસ્ટ ગાર્ડ અને સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી એજન્સી (UNHCR) એ આ ઘટનાની જાણ કરી છે.
મૃત્યુઆંક વધી શકે છે
ઇટાલીમાં સંયુક્ત રાષ્ટ્રના શરણાર્થીઓ માટેના ઉચ્ચ કમિશનરના પ્રવક્તા ફિલિપો ઉંગારોએ જણાવ્યું કે 60 બચી ગયેલા લોકોને લેમ્પેડુસાના એક કેન્દ્રમાં લાવવામાં આવ્યાં છે. બચી ગયેલા લોકોના મતે, જ્યારે હોડી લિબિયાથી રવાના થઈ હતી, તે સમયે જહાજમાં 100 જેટલા સ્થળાંતર કરનારા લોકો હતા. હજુ પણ બચી ગયેલા લોકોની શોધ કરાઇ રહી છે. કોસ્ટ ગાર્ડે એક નિવેદનમાં જણાવ્યું કે મૃત્યુઆંક 26 છે, પરંતુ આ આંકડો વધી શકે છે.
આ જ કારણસર અકસ્માત થયો
ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશનના પ્રવક્તા ફ્લેવિયો ડી ગિયાકોમોએ બચી ગયેલા લોકોના નિવેદનોને આધારે જણાવ્યું કે લગભગ 100 સ્થળાંતરકારો બે બોટમાં લિબિયાથી નીકળી ગયા હતા. જ્યારે બેમાંથી એક બોટમાં પાણી ભરાવાનું શરૂ થયું, ત્યારે બધા મુસાફરોને બીજી બોટમાં ખસેડવામાં આવ્યાં હતા, જે ફાઇબર ગ્લાસથી બનેલી હતી અને તે વધુ વજનને કારણે પલટી ગઈ હતી.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/