ભરૂચઃ ફરિયાદી પોતે ઈકો ગાડી ફેરવતા હોવાથી આરોપી કલ્પેશકુમાર બચુભાઈ પટેલ, ઇન્ચાર્જ આચાર્ય માધ્યમિક શાળા સરસાડ, તાલુકો- ઝઘડિયા, જિલ્લા- ભરૂચે લાંચ લીધી હતી. ફરિયાદી તેમની શાળાના બાળકોને લાવવા લઈ જવા માટે શાળા પરિવહન યોજના હેઠળ ગાડી ફેરવતા હતા. આ યોજના હેઠળ પાસ કરવાના થતા બીલોમાંથી એક મહિનાના બિલના રૂ.3,000 લેખે કમિશન પેઠે લાંચ માંગવામાં આવી હતી.
જેમાં ફરિયાદીના ચાલુ વર્ષના ત્રણ મહિનાના રૂ.9,000 તેમજ અન્ય એક સાહેદના 2024 ના મારુતિ વાનના રૂપિયા 13,000 અને 2025 ના ત્રણ મહિનાના રૂ. 9000 એમ કુલ રૂપિયા 31,000 ની ફરિયાદી પાસે લાંચની માગણી કરી હતી, જે લાંચ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી એ.સી.બી.નો સંપર્ક કરતા લાંચના છટકામાં આરોપી આવી ગયો હતો.
લાંચના નાણાં સરકારી માધ્યમિક શાળાના કમ્પાઉન્ડમાં જ આરોપીએ લીધા અને એસીબીએ ટ્રેપ કરી હતી, આરોપીને ઝડપીને આગળની કાર્યવાહી કરાઇ રહી છે.
ટ્રેપીંગ અધિકારી: એમ.જે.શિંદે,
પોલીસ ઇન્સ્પેક્ટર, ભરૂચ એ.સી.બી.પો.સ્ટે.
સુપરવિઝન અધિકારી: પી.એચ. ભેસાણીયા,
નાયબ નિયામક, એ.સી.બી., વડોદરા એકમ
એસીબીનો ટોલ ફ્રી નંબર- 1064
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/