+

હત્યા...રિલેશનશિપમાં રહેતી પુત્રીને ઊંઘની ગોળીઓ આપી...પછી પિતા અને કાકાએ તેનું ગળું દબાવી દીધું, રાત્રે અંતિમ સંસ્કાર કર્યા

બનાસકાંઠાઃ પિતા અને કાકાએ મળીને પુત્રીની હત્યા કરી દીધી હતી, કારણ કે તે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી હતી. આ કિસ્સો થરાદ તાલુકાનો છે, જ્યાં ચંદ્રિકા અને હરેશ ફેબ્રુઆરીમાં પાલનપુરમાં મળ્યાં હતા અને પ્

બનાસકાંઠાઃ પિતા અને કાકાએ મળીને પુત્રીની હત્યા કરી દીધી હતી, કારણ કે તે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી હતી. આ કિસ્સો થરાદ તાલુકાનો છે, જ્યાં ચંદ્રિકા અને હરેશ ફેબ્રુઆરીમાં પાલનપુરમાં મળ્યાં હતા અને પ્રેમમાં પડ્યાં હતા. મે મહિનામાં જ્યારે ચંદ્રિકા લગ્ન માટે તેના ઘરે ગઈ, ત્યારે પરિવારે તેના લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. ડરને કારણે ચંદ્રિકાએ હરેશને મેસેજ કરીને કહ્યું કે મને લઈ જાઓ નહીંતર મારા લગ્ન બળજબરીથી કરાવી દેવામાં આવશે. 4 જૂનના રોજ હરેશ તેને અમદાવાદ લાવ્યો, બંનેએ લિવ-ઇન માટે કરાર કર્યો અને ફરવા ગયા હતા.

પિતા અને કાકાએ સાથે મળીને પુત્રીની હત્યા કરી

ચંદ્રિકાના પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તે ગુમ થઈ ગઈ છે. 12 જૂનના રોજ બંને રાજસ્થાનથી પકડાઈ ગયા હતા. ચંદ્રિકાને પરિવારને સોંપવામાં આવી હતી અને હરેશને જૂના કેસોમાં જેલમાં મોકલવામાં આવ્યો હતો. 21 જૂનના રોજ જેલમાંથી બહાર આવ્યાં પછી હરેશને ચંદ્રિકા તરફથી ઘણા ઇન્સ્ટાગ્રામ મેસેજ મળ્યાં જેમાં તેને તેના જીવનું જોખમ હોવાનું બતાવ્યું હતું.

24 જૂનના રોજ ચંદ્રિકાના મોતના સમાચાર આવ્યાં, જેને પરિવારે આત્મહત્યા ગણાવી. પરંતુ હરેશની ફરિયાદ પર તપાસમાં જાણવા મળ્યું કે તેના પિતા અને કાકાએ તેને ઊંઘની ગોળીઓ આપી હતી, અને તેનું ગળું દબાવીને પછી ગળેફાંસો આપ્યો અને રાતોરાત તેના અગ્નિસંસ્કાર કરી નાખ્યાં હતા. પોલીસે બે લોકોની ધરપકડ કરી છે, જ્યારે પિતા ફરાર છે.

પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી, પિતા ફરાર

આ ઘટના અંગે પોલીસે જણાવ્યું કે પિતાએ રિલેશનશીપમાં રહેતી પુત્રીની હત્યા કરી હતી. તેણે તેના ભાઈ સાથે મળીને પહેલા પુત્રીને ઊંઘની ગોળીઓ આપી અને પછી તેને ગળેફાંસો આપ્યો હતો. તેના અંતિમ સંસ્કાર પણ રાત્રે જ કરી નાખવામાં આવ્યાં હતા.આ કેસમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. ફરાર પિતાને પોલીસ શોધી રહી છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter