+

વધુ એક વિવાદ.. શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા પર રૂ. 60 કરોડની છેતરપિંડીનો આરોપ - Gujarat Post

મુંબઈઃ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા ફરી એકવાર વિવાદમાં ફસાયા છે. મુંબઈના એક વેપારીએ તેમની સામે રૂ. 60.48 કરોડની છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. આ મામલે મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા

મુંબઈઃ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા ફરી એકવાર વિવાદમાં ફસાયા છે. મુંબઈના એક વેપારીએ તેમની સામે રૂ. 60.48 કરોડની છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. આ મામલે મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (EOW) દ્વારા બંને વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

વેપારી દીપક કોઠારીનો આરોપ છે કે 2015થી 2023 દરમિયાન તેમણે રાજ અને શિલ્પાની કંપની બેસ્ટ ડીલ ટીવી પ્રાઈવેટ લિમિટેડને ધંધો વધારવા માટે રૂ.60.48 કરોડ આપ્યાં હતા. જોકે, આ પૈસાનો ઉપયોગ ધંધા માટે કરવાને બદલે અંગત ખર્ચમાં કરવામાં આવ્યો હતો.

દીપક કોઠારીના કહેવા મુજબ, રાજ અને શિલ્પાએ તેમને શરૂઆતમાં લોન તરીકે પૈસા આપવાનું કહ્યું હતું. પરંતુ બાદમાં ટેક્સની સમસ્યાથી બચવા માટે આ પૈસાને રોકાણ તરીકે બતાવવાનું કહ્યું અને તેના બદલામાં દર મહિને વળતર આપવાનું વચન આપ્યું હતું. દીપકે બે હપ્તામાં કુલ રૂ.60.48 કરોડ આપ્યાં હતા, પરંતુ તેમને વળતર મળ્યું ન હતું. આ ઘટના બાદ શિલ્પાએ કંપનીના ડાયરેક્ટર પદેથી રાજીનામું આપી દીધું હતું. નોંધનિય છે કે શિલ્પાના માતા પર પણ છેતરપિંડીને લઇને અનેક વખત કેસ થઇ ચૂક્યાં છે. રાજ કુન્દ્રાની પણ પહેલા ધરપકડ થઇ ચુકી છે.

 

facebook twitter