+

રાજ્યમાં ઠંડીની સાથે માવઠાંની આગાહી, 20 શહેરોમાં તાપમાનનો પારો થોડો ઉંચકાયો- Gujaratpost

અમદાવાદઃ રાજ્યમાં ઠંડીનો પારો ઉંચકાતા લોકો ઠુંઠવાયા છે. રાજ્યનાં 20 શહેરોમાં 15 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ઠંડી વધી છે. નલિયામાં સૌથી ઓછું 9 ડિગ્રી તાપમાન નોંધાયું

અમદાવાદઃ રાજ્યમાં ઠંડીનો પારો ઉંચકાતા લોકો ઠુંઠવાયા છે. રાજ્યનાં 20 શહેરોમાં 15 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ઠંડી વધી છે. નલિયામાં સૌથી ઓછું 9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદ 13.8, ગાંધીનગરમાં 12 ડિગ્રી. વડોદરામાં 14.6, સુરતમાં 16.4 અને રાજકોટ 10.04 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમરેલી અને સુરેન્દ્રનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

બીજી તરફ 8 જાન્યુઆરીથી સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર અને બોટાદ તેમજ ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા, દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં માવઠાંની હવામાન વિભાગે આગાહી કરી છે. અમદાવાદ, ગાંધીનગર તેમજ મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા નહીંવત છે.

9 તારીખે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં છૂટાછવાયા સ્થળોએ હળવા કમોસમી વરસાદની આગાહી છે. 10 તારીખે બનાસકાંઠા તેમજ સાબરકાંઠાનાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદનાં ઝાપટાં પડી શકે છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

facebook twitter