Breaking News: ગુજરાત ATS નું મોટું ઓપરેશન, સિદ્ધપુરમાંથી 5 સંદિગ્ધ આતંકીઓની ધરપકડ, જૈશ-એ-મોહમ્મદ સાથેના સંબંધોની તપાસ શરૂ

12:14 PM Jul 14, 2026 | gujaratpost

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા જ મોટી કાર્યવાહી 

થોડા દિવસ પહેલા પણ આતંકવાદીઓ ઝડપાયા હતા

પાટણઃ ગુજરાત એટીએસે વધુ એક ઓપરેશન કરીને 5 શંકાસ્પદ આતંકીઓની ધકપકડ કરી છે, થોડા દિવસ પહેલા સિદ્ધપુર, પાલનપુર અને ચીખલીમાંથી આતંકીઓની ધરપકડ કરાઇ હતી, અને હવે ફરીથી બીજા 5 શખ્સોને ઝડપી લેવાયા છે.

સિદ્ધપુરમાં ઝાંપલીપોળ વિસ્તારમાં આવેલી નૂરાની ટેલર્સ નામની દુકાનમાંથી એક શંકાસ્પદની અટકાયત

રમકડામાં વપરાતી બેટરીઓ ખરીદવાના તાર આ શખ્સો સુધી મળ્યાં

આ બેટરીઓનો ઉપયોગ બોમ્બ બ્લાસ્ટમાં પણ થઇ શકે છે

સિદ્ધપુરના ચાટાવાડા ગામના આતંકી મોહમદ અમીન શેરાના ઘરે તપાસ હાથ ધરવામાં આવી હતી. પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે આ આતંકીઓ જોડાયેલા હોવાની શક્યતા છે અને તે દિશામાં ગુજરાત એટીએસ તપાસ કરી રહી છે. શું આ શખ્સો ગુજરાતમાં કોઇ મોટા આતંકવાદી હુમલાને અંજામ આપવાની ફિરાકમાં હતા કે કેમ ? તે દિશામાં પણ તપાસ શરૂ કરાઇ છે.