ગુજરાતમાં થોડા જ સમયમાં ત્રણ લઠ્ઠાકાંડ થયાઃ કોંગ્રેસ
ઉપરથી લઇને નીચે સુધી દારુના હપ્તા લેવાય છેઃ કોંગ્રેસ
ગાંધીનગરઃ દહેગામના લીહોડા ગામમાં ઝેરી દારૂ પીવાથી 2 લોકોનાં મોત થઇ ગયા છે અને કેટલાક લોકો સારવાર હેઠળ છે, આ મામલે હવે કોંગ્રેસે ભાજપ સરકાર પર પ્રહાર કર્યાં છે, કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું કે ભાજપના રાજમાં દારુડિયાઓ અને બુટલેગરો બેફામ બન્યાં છે, આ નવો એક લઠ્ઠાકાંડ છે. પોલીસની હપ્તાખોરીને કારણે આજે 2 લોકોનાં મોત થયા છે અને કેટલાકની હાલત ગંભીર બની છે.
રાજ્યમાં દારુબંધી હોવા છંતા અન્ય રાજ્યોમાંથી દારૂ આવી જ રહ્યો છે, પોલીસની હપ્તાખોરીને કારણે બુટલેગરો પણ બેફામ બનીને દારૂ વેચી રહ્યાં છે, અનેક ગામડાઓમાં દેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યાં છે.
કોંગ્રેસે કહ્યું છે કે અગાઉ બોટાદમાં અને નડિયાદમાં સિરપરૂપે લઠ્ઠાકાડં બાદ ત્રીજો લઠ્ઠાકાંડ લીહોડામાં થયો છે, ગુજરાતમાં દારૂબંધીના કાયદાના ધજાગરા થઇ રહ્યાં છે, ગુજરાતમાં ડ્રગ્સ પણ વેચાઇ રહ્યું છે, પંજાબની જેમ ઉડતા ગુજરાત બની રહ્યું છે. કોંગ્રેસે કહ્યું કે નશાબંધીના કાયદાનું અહીં કોઇ મહત્વ જ નથી, સરકારે આવા બનાવો અટકાવવા માટે તાત્કાલિક પગલા લેવા જોઇએ, મુખ્યમંત્રીએ ઇચ્છાશક્તિથી દારૂબંધીના કાયદાનો અમલ કરાવવો જોઇએ, પરંતુ અહીં તો ઉપરથી લઇને નીચે સુધી બધા હપ્તા લઇ રહ્યાં છે, જેને કારણે રાજ્યમાં દારૂ અને ડ્રગ્સનું દુષણ વધી ગયું છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો