ગાંધીનગરઃ ગુજરાત સરકારે જૂની પેન્શન યોજનાને લઇને ઠરાવ પાસ કરી દીધો છે, જેથી હવે વર્ષ 2005 પહેલાનાં ગુજરાત સરકારના કર્મચારીઓને ઓપીએસનો લાભ મળશે.
અંદાજે 60 હજારથી વધુ કર્મચારીઓને આ યોજનાનો લાભ મળશે. તારીથ 1-4-2005 પહેલા સરકારી નોકરીમાં લાગેલા અને ફિક્સ પેના કર્મચારીઓને મોટો ફાયદો થશે. નાણાં વિભાગે આ મામલે જાહેરાત કરી દીધી છે.
ઘણા સમયથી કર્મચારીઓની હતી માંગ
જૂની પેન્શન યોજના અંતર્ગત નિવૃત કર્મચારીઓને પેન્શનનો અધિકાર હતો. જેમાં નિવૃતિ સમયે નોકરીના પગારના 50 ટકા રકમ પેન્શન તરીકે મળવાપાત્ર હતી. કર્મચારી જેટલી બેજિક પે સ્કેલ પર નોકરી પૂરી કરે છે, તેનો અડધો ભાગ નિવૃતિ પછી પેન્શન સ્વરૂપે મળે છે.
જૂની પેન્શન યોજનામાં નિવૃત્તિ પછી કર્મચારીને કાર્યકારી કર્મચારીની જેમ મોંઘવારી ભથ્થું અને અન્ય ભથ્થાઓનો લાભ મળતો રહે છે, એટલે કે જો સરકાર કોઈપણ ભથ્થામાં વધારો કરે છે, તો તે મુજબ પેન્શનમાં પણ વધારો થાય છે, નોંધનિય છે કે છેલ્લા ઘણા સમયથી આ મામલે કર્મચારીઓ ઉગ્ર માંગ કરી રહ્યાં હતા અને હવે ભૂપેન્દ્ર પટેલ સરકારે તેમને મોટી ભેટ આપી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/