+

Breaking News: દેવ દિવાળીની રાત્રે જ ઉત્તર ગુજરાતમાં 4.2 ની તીવ્રતાનો ભૂકંપ, અમદાવાદમાં પણ અસર

અમદાવાદઃ દેવ દિવાળીની રાત્રે 10 વાગ્યેને 16 મીનિટે ઉત્તર ગુજરાત સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા આવ્યાં હતા, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.2 માપવામાં આવી હતી. ઉત્તર ગુજરાતના બનાસકાં

અમદાવાદઃ દેવ દિવાળીની રાત્રે 10 વાગ્યેને 16 મીનિટે ઉત્તર ગુજરાત સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા આવ્યાં હતા, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.2 માપવામાં આવી હતી.

ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના પાલનપુર, ડીસા, વડગામ, પાટણ, મહેસાણા, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં ભૂકંપ આવ્યો હતો, અમદાવાદ, વિરમગામ, મોરબી, સુરેદ્રનગરમાં પણ ભૂકંપના આંચકા આવ્યાં છે.

ધાગધ્રા, વઢવાણ, પાટડી, વાંકાનેર, અંબાજીમાં ભૂકંપ

અનેક જગ્યાએ લોકો ઘરોની બહાર આવી ગયા

ભૂકંપનું કેન્દ્રબિંદુ પાટણથી 13 કિ.મીટર દૂર હોવાનું જાણવા મળ્યું છે, જો કે ભૂકંપને કારણે કોઇ નુકસાન કે જાનહાનિ થઇ નથી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

 

facebook twitter