અમદાવાદઃ શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે, થોડા દિવસ પહેલા પ્રિયાંશુ નામના વિદ્યાર્થિની પોલીસકર્મી વિરેન્દ્રસિંહે હત્યા કરી હતી અને હવે બોપલમાં બીજી પણ હત્યા થઇ છે. ગોધાવી પાસે ગરોળિયા ગામની સીમમાં યુવકની હત્યા થઈ છે. મૃતક દિપકભાઇ દશરથભાઇ જમીન દલાલ હતા અને તેઓ ઘરેથી બહાર ગયા બાદ પરત ફર્યાં ન હતા.
ગામ નજીકથી તેમની લાશ મળી હતી, જેમના માથાના ભાગે અને ચહેરા પર ઇજાઓ હતી અને શરીરમાંથી ઘણું લોહી વહી ગયું હતુ.
મૃતક દિપક પટેલ હેબતપુરના રહેવાસી હતા, તેઓ પુત્ર અને પુત્રી સાથે અમેરિકામાં રહેતા હતા અને દિવાળી પર પાછા અમદાવાદ આવ્યાં હતા.
બોપલ પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે, નોંધનિય છે કે પ્રિયાંશુ નામના વિદ્યાર્થિની હત્યા બાદ બોપલમાં આ બીજી હત્યા છે, ત્યારે લોકો પણ કહી રહ્યાં છે કે બોપલમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કથળી ગઇ છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/