(File Photo)
દેવઘરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. જેના કારણે દેવઘર એરપોર્ટ પર વિમાનનું ઇમરજન્સી લેંન્ડિગ કરવું પડ્યું હતું. પ્લેનમાં ખામીને કારણે તેમના દિલ્હી પરત ફરવામાં થોડો વિલંબ થયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝારખંડની મુલાકાતે હતા અને દેવઘર એરપોર્ટથી દિલ્હી પરત ફરવાના હતા. પરંતુ, છેલ્લી ઘડીએ તેમના પ્લેનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે તેમને થોડો સમય દેવઘર એરપોર્ટ પર રોકાવું પડ્યું હતું.
Prime Minister Narendra Modi's aircraft experienced a technical snag due to which the aircraft has to remain at Deoghar airport causing some delay in his return to Delhi. pic.twitter.com/8IKaK6yttz
— ANI (@ANI) November 15, 2024
આ પહેલા પીએમ મોદીએ આદિવાસી નેતા બિરસા મુંડાની જન્મજયંતિના અવસર પર બિહારના જમુઈથી રૂ. 6,640 કરોડની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. પીએમ મોદીએ જમુઈ જિલ્લાના એક દૂરના ગામમાં આદિવાસી ગૌરવ દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. વર્ષ 2021 થી બિરસા મુંડાની જન્મજયંતિ આદિવાસી ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેમણે મુંડાના સન્માનમાં સ્મારક સિક્કા અને ટપાલ ટિકિટનું પણ અનાવરણ કર્યું હતું.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/