Vav Assembly By Poll: ગુજરાતમાં 13 નવેમ્બરે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાશે. આ બેઠક પર પ્રચાર તેજ બની રહ્યો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતનું એક નિવેદ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
ભાભર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગુલાબસિંહ રાજપૂતે નિવેદન આપ્યું હતું કે, ગેનીબેન વાવ બેઠક પરથી ચૂંટણી લડતા હતા ત્યારે રાજપૂત સમાજ તેની સાથે હતો. વાવ બેઠકનું ખેતર 3 વર્ષ માટે અડાણું માંગવા આવ્યો છું. વાવ બેઠક પર 2027 માં ચૂંટણીમાં જેને ટીકીટ મળશે તેમના માટે મહેનત કરીશ. 26 સાંસદમાંથી ગેનીબેન ઠાકોરને જ સમગ્ર ગુજરાત ઓળખે છે. મારા દાદા હેમાભાઈ 20 વર્ષ સુધી ધારાસભ્ય રહ્યાં હતા. તેઓ બધાના સુખ-દુઃખનાં ભાગીદાર રહ્યાં છે. ગેનીબેન ઠાકોરનો સ્વભાવ કડક છે મારો સ્વભાવ શાંત છે.
ગુલાબસિંહ માટે પ્રચાર કરતાં ગેનીબેન ઠાકોરે જણાવ્યું, વાવ વિધાનસભા બેઠકથી કોંગ્રેસની સરકાર નથી આવી જવાની અને ભાજપની સરકારને પણ કોઈ ફેર પડવાનો નથી. પરંતુ આ બેઠકથી જ 2027નો પવન ફૂંકાશે. વાવ પેટા ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામવાનો છે. કોંગ્રેસ તરફથી ગુલાબસિંહ રાજપૂત, ભાજપ તરફથી સ્વરૂપજી ઠાકોર અને અપક્ષમાંથી માવજી પટેલ મેદાનમાં છે. ત્રણેય ઉમેદવારો તેમનું શક્તિપ્રદર્શન કરી રહ્યા છે. પ્રચાર માટે જ્યારે નેતાઓ જાય છે ત્યારે મોટી સંખ્યામાં લોકો હાજર રહે છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/