+

અમદાવાદમાં સતત બીજા દિવસે ડ્રગ્સ ઝડપાયું, દાણીલીમડામાંથી 1.23 કિલો એમડી ડ્રગ્સ જપ્ત – Gujarat Post

ડ્રગ્સ પેડલરો માટે ગુજરાતનો દરિયો આર્શિવાદ બન્યો રાજ્યનું યુવાધન ડ્રગ્સના રવાડે ચડી ગયું હોય તેમ રોજબરોજ ડ્રગ્સ ઝડપાઈરહ્યું છે અમદાવાદઃ રાજ્યમાં અવાર નવાર ડ્રગ્સ પકડાતું રહે છે. જેના કારણે ગુજરા

ડ્રગ્સ પેડલરો માટે ગુજરાતનો દરિયો આર્શિવાદ બન્યો

રાજ્યનું યુવાધન ડ્રગ્સના રવાડે ચડી ગયું હોય તેમ રોજબરોજ ડ્રગ્સ ઝડપાઈરહ્યું છે

અમદાવાદઃ રાજ્યમાં અવાર નવાર ડ્રગ્સ પકડાતું રહે છે. જેના કારણે ગુજરાત નશીલા પદાર્થનું હબ બની રહ્યું હોય તેમ લાગે છે. અમદાવાદમાંથી પોલીસે સતત બીજા દિવસે ડ્રગ્સ ઝડપ્યું હતું. નારણપુરામાંથી 25 લાખનું એમડી ડ્રગ્સ ઝડપાયા બાદ હવે શહેરના દાણીલીમડા વિસ્તારમાંથી એમ.ડી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. ડ્રગ્સની સાથે સાથે બે બંદૂક, 40 રાઉન્ડ કાર્ટિસ અને 18 લાખ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરી છે. ઝડપાયેલા ડ્રગ્સની બજાર કિંમત અંદાજે એક કરોડ હોવાનો અંદાજ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રેડ પાડી જીસાન ઉર્ફે દત્તા પાવલે નામના આરોપીને દબોચી લીધો હતો. ક્રાઇમ બ્રાન્ચે જીસાન ઉર્ફે દત્તા પાવલે પાસેથી અંદાજે 1.23 કિલો એમ.ડી ડ્રગ્સ, બે બંદૂક, 40 રાઉન્ડ કાર્ટિસ અને 18 લાખ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરી હતી. આરોપી સામે આ પહેલાં પણ આઠ જેટલા ગુના દાખલ થઇ ચૂક્યા છે.

 

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter