ગાંધીનગરઃ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગુજરાત મોદી સમાજના પ્રમુખ પૂર્ણેશ મોદીએ મોદી સમૂદાયને OBCમાં સામેલ કરવા અંગે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના નિવેદનને બેજવાબદાર અને રાજકીય સ્ટંટ ગણાવ્યું છે. મોઢ ઘાંચી આ જ્ઞાતિની પેટાજ્ઞાતિ છે. કોંગ્રેસના મુખ્યમંત્રી છબીલદાસ મહેતાની સરકારે 1994માં તેને OBCમાં સામેલ કરવાની જાહેરાત કરી હતી.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અન્ય પછાત વર્ગોમાં ઓબીસી જાતિના સમાવેશ અંગે ઉઠાવવામાં આવેલા પ્રશ્નો હકીકતમાં ખોટા હોવાનું બહાર આવ્યું છે. જુલાઈ 1994માં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર હતી અને છબીલદાસ મહેતા મુખ્યમંત્રી હતા. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે મોદી મોઢ ઘાંચીની પેટાજ્ઞાતિ છે અને તેને OBCમાં સમાવવાનો નિર્ણય કોંગ્રેસના તત્કાલિન મુખ્યમંત્રીનો જ હતો.
નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા તે પહેલા તેમના સમૂદાયને અન્ય 35 જાતિઓ સાથે OBCમાં સામેલ કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં રાહુલ ગાંધીનું નિવેદન પાયાવિહોણું છે. રાહુલ આ મામલે કહી રહ્યાં છે કે વડાપ્રધાન મોદીન જન્મ ઓબીસી સમાજમાં થયો ન હતો, તેઓ હવે ઓસીબીની ગણતરીને લઇને કેન્દ્ર સરકારને ઘેરી રહ્યાં છે.
કાકા કાલેલકરે 1953માં OBC લાવવાની વાત કરી હતી
ગુજરાત મોદી સમાજના પ્રમુખ પૂર્ણેશ મોદીએ મોદી સમાજ વિશે ટિપ્પણી કરવા બદલ રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો અને તેના આધારે રાહુલનું સંસદનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. પૂર્ણેશ મોદીએ જણાવ્યું કે મોઢ ઘાંચી સમૂદાયને OBCમાં સામેલ કરવાની માંગ સૌપ્રથમ સ્વાતંત્ર્ય સેનાની અને પછી રાજ્યસભાના સભ્ય કાકા સાહેબ કાલેલકરે 1953માં ઉઠાવી હતી.
કાલેલકર 1952 થી 1964 સુધી રાજ્યસભાના સભ્ય હતા. રાહુલ ગાંધી દર વખતે ચૂંટણી પહેલા આવા મુદ્દાઓ ઉઠાવે છે. 2024 માં કોંગ્રેસને હવે હાર દેખાઇ રહી છે. આવા નિવેદનો સમાજ માટે નુકસાનકારક છે, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા અને દિલ્હી વગેરે રાજ્યોમાં મોદી સમૂદાયના 13 કરોડ લોકો છે.
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો