ગાંધીનગરઃ ગુજરાત પોલીસ વિભાગના પોલીસ કર્મચારી-અધિકારીઓને સંવર્ગવાર સમયસર બઢતી મળી રહે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. સમયસર બઢતી મળતા પોલીસ કર્મચારીઓના મનોબળમાં પણ વધારો થયો છે. તા.30 ડિસેમ્બર 2024ના રોજ વધુ 240 એએસઆઇ ખાતાકીય બઢતી પરીક્ષા ઉતીર્ણ થતાં તેમને બઢતી આપવામાં આવી હતી. ચાલુ વર્ષે પી.એસ.આઇ થી લઈને કલેરિકલ સ્ટાફ મળીને કુલ 6770 કર્મચારીઓને બઢતી અપાતા પોલીસ કર્મચારીઓમાં ખુશીની લહેર છે.
કર્મચારીઓના હીતોને ધ્યાનમાં રાખીને પોલીસ વડા વિકાસ સહાય દ્વારા કર્મચારીઓની બઢતી માટે તમામ જરૂરી સંલગ્ન પ્રક્રિયાઓ સમયસર કરવા આદેશો આપવામાં આવ્યાં હતા.
જેના પરિણામ સ્વરૂપે ગુજરાત પોલીસ વિભાગમાં ગત વર્ષે કુલ 6770 પોલીસ કર્મચારી-અધિકારીઓને બઢતી મળતા તેમના પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. વર્ષ-2024માં 341 પી.એસ.આઇને પી.આઇ,397 એ.એસ.આઇને પી.એસ.આઇ,2445 હેડ કોન્સ્ટેબલને એ.એસ.આઇ અને 3356 પોલીસ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવી હતી. ઉપરાંત 231 ક્લેરીકલ સ્ટાફને પણ બઢતીનો લાભ મળ્યો હતો.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/