+

કેલિફોર્નિયામાં વેરહાઉસની છત પર પ્લેન અથડાયુ, 2 લોકોનાં મોત અને 18 ઘાયલ

કેલિફોર્નિયાઃ સાઉથ કોરિયા અને કઝાકિસ્તાન બાદ હવે કેલિફોર્નિયામાં પણ પ્લેન એક્સિડન્ટ થયો છે. આ અકસ્માત એક મોટા વેરહાઉસની છત પર થયો હતો. આ વિમાન દુર્ઘટનામાં 2 લોકોનાં મોત થયા છે. જ્યારે 18 લોકો ઘાયલ થયા

કેલિફોર્નિયાઃ સાઉથ કોરિયા અને કઝાકિસ્તાન બાદ હવે કેલિફોર્નિયામાં પણ પ્લેન એક્સિડન્ટ થયો છે. આ અકસ્માત એક મોટા વેરહાઉસની છત પર થયો હતો. આ વિમાન દુર્ઘટનામાં 2 લોકોનાં મોત થયા છે. જ્યારે 18 લોકો ઘાયલ થયા છે. આ અકસ્માતમાં 100થી વધુ લોકોને બચાવી લેવાયા છે. ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.

આ અકસ્માત કેલિફોર્નિયાના ફુલર્ટન એરપોર્ટ પાસે થયો હતો. અહીં એક વિમાન મોટા વેરહાઉસની છત સાથે અથડાયું હતું. જેમાં 2 લોકોનાં મોત થયા છે. વેરહાઉસની અંદર હાજર 100 થી વધુ લોકોને બહાર કાઢવામાં આવ્યાં છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

આ પહેલા ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં દક્ષિણ કોરિયાના મુઆન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. વિમાનમાં સવાર 181 લોકોમાંથી માત્ર 2 લોકો જ આ અકસ્માતમાં બચી શક્યા હતા. બાકીના 179 લોકો માર્યા ગયા હતા. આ વિમાન લેન્ડિંગ દરમિયાન પક્ષી સાથે અથડાયા બાદ એરપોર્ટ પર ક્રેશ થયું હતું. લેન્ડિંગ દરમિયાન તેનું ગિયર ખુલ્યું નહોતું, જેના કારણે આ અકસ્માત થયો હતો. અગાઉ, કઝાકિસ્તાનમાં એક અઝરબૈજાની વિમાન ક્રેશ થયું હતું, જેને રશિયાએ ભૂલથી તોડી પાડ્યું હતું. આ દુર્ઘટનામાં 38 થી વધુ લોકોના મોત પણ થયા હતા.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter