+

ખ્યાતિ કાંડ બાદ જાગેલી સરકારે PMJAY ને લઈન નવી SOP જાહેર કરી - Gujarat Post

ગાંધીનગરઃ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં પીએમજેએવાય યોજના હેઠળ કૌભાંડ આચરાયાનો પર્દાફાશ થયા બાદ રાજ્ય સરકારે યોજનાને લઈ નવી SOP તૈયાર કરી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની નવ

ગાંધીનગરઃ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં પીએમજેએવાય યોજના હેઠળ કૌભાંડ આચરાયાનો પર્દાફાશ થયા બાદ રાજ્ય સરકારે યોજનાને લઈ નવી SOP તૈયાર કરી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જાહેર કરી. નવી SOPમાં આ યોજના સાથે સંકળાયેલી હોસ્પિટલમાં હ્રદય રોગના નિષ્ણાંત તબીબો ફૂલટાઈમ રાખવા પડશે. અગાઉ હ્રદયરોગના નિષ્ણાંત તબીબો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સાથે સંકળાયેલી એક સાથે ત્રણ હોસ્પિટલમાં સેવા આપી શકતા હતાં. દર્દીની એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટીની આરોગ્ય વિભાગને પણ પુરાવા રૂપે સીડી આપવાની રહેશે.

નવી SOPમાં ઈમરજન્સી કેસમાં હોસ્પિટલને માત્ર એન્જિયોપ્લાસ્ટીની જ મંજૂરી આપવાની જોગવાઈ કરવામાં આવી છે. હોસ્પિટલમાં કાર્ડિયાક ઓપરેશન થિયેટર હોવું ફરજિયાત બનાવાયું છે. હ્રદયરોગની સારવાર માટેની હોસ્પિટલમાં ઓછામાં ઓછા બે વેન્ટિલેટર સાથેના ICU ફરજિયાત બનાવાયા છે. આ ICU સેન્ટ્રલ ઓક્સિજન સિસ્ટમ સાથે કાર્યરત હોવા જોઈએ તેવી પણ જોગવાઈ નવી SOPમાં કરવામાં આવી છે.

નવી માર્ગદર્શિકા અનુસાર, હોસ્પિટલોએ ફૂલટાઈમ કાર્ડિયાક એનેસ્થેટિક રાખવા પડશે. હોસ્પિટલોએ ફૂલટાઈમ ફિઝીયોથેરાપિસ્ટ રાખવા આવશ્યક રહેશે. ઈમરજન્સીમાં ફક્ત કાર્ડિયોલોજીની સેવાઓ આપતા સેન્ટર એન્જિયોપ્લાસ્ટી કરી શકશે. એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટિીની CD પ્રિ-ઓથ સમયે અપલોડ કરવી પડશે. ઈમરજન્સીના કેસમાં CD-વીડિયોગ્રાફી સારવાર બાદ અપલોડ કરવાની રહેશે. કેન્સરની વિવિધ સારવાર માટે રાજ્ય સરકારે બનાવી નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. કેન્સરની સારવાર માટે TBC દર્દીનો ટ્રીટમેન્ટ પ્લાન નક્કી કરશે. ટ્યુમર બોર્ડ સર્ટિફિકેટ અપલોડ કરવાનું ફરજીયાત રહેશે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter