+

એર ઇન્ડિયાની ફ્લાઇટમાં લાગી આગ, તમામ મુસાફરો સુરક્ષિત- Gujarat Post

(ફાઇલ ફોટો) નવી દિલ્હીઃ મંગળવારે બપોરે હોંગકોંગથી દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયાની એક ફ્લાઇટમાં લેન્ડિંગ બાદ આગ લાગી હતી. વિમાનમાં સવાર તમામ યાત્રીઓ અને ક્રૂ સભ્યો સુરક્ષિત હતા. આ ઘટના અંગે એર

(ફાઇલ ફોટો)

નવી દિલ્હીઃ મંગળવારે બપોરે હોંગકોંગથી દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયાની એક ફ્લાઇટમાં લેન્ડિંગ બાદ આગ લાગી હતી. વિમાનમાં સવાર તમામ યાત્રીઓ અને ક્રૂ સભ્યો સુરક્ષિત હતા.

આ ઘટના અંગે એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું કે, 22 જુલાઈએ હોંગકોંગથી દિલ્હી આવતી ફ્લાઇટ AI-315ની લેન્ડિંગ અને ગેટ પર પાર્કિંગ બાદ તેની ઓક્ઝિલિયરી પાવર યુનિટ (APU) માં આગ લાગી હતી. ઘટના તે સમયે બની જ્યારે મુસાફરો વિમાનમાંથી ઉતરવાનું શરૂ કરી ચૂક્યા હતા. સુરક્ષા પ્રણાલી અનુસાર, ઓક્ઝિલિયરી પાવર યુનિટને સ્વતઃ બંધ કરી દેવામાં આવ્યું હતું.

પ્રવક્તાએ વધુમાં જણાવ્યું કે, વિમાનને થોડું નુકસાન થયું છે, પરંતુ તમામ મુસાફરો અને ક્રૂ સભ્યો સામાન્ય રીતે ઉતરી ગયા અને સંપૂર્ણપણે સુરક્ષિત છે. તેમણે એમ પણ જણાવ્યું કે, વિમાનને હાલમાં ગ્રાઉન્ડ કરી દેવામાં આવ્યું છે અને આ બનાવની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

ગત મહિને 12 જૂને અમદાવાદ એરપોર્ટથી લંડન જતું એર ઈન્ડિયાનું પ્લેન ઉડાન ભર્યાની સેકન્ડોમાં જ તૂટી પડ્યું હતુ, દુર્ઘટનામાં વિમાનમાં સવાર 241 મુસાફરો સહિત કુલ 260 લોકોના મોત થયા હતા.

 

facebook twitter