+

ACB એ માણસા તાલુકા પંચાયતના કર્મચારીને લાંચ લેતા ઝડપી પાડ્યાં

ગાંધીનગરઃ ગુજરાત એસીબીએ વધુ એક લાંચનો પર્દાફાશ કર્યો છે. ઝંખિતકુમાર મહેન્દ્રભાઇ રાવળ, નોકરી-વર્ક્સ મેનેજર, તાલુકા પંચાયત, માણસા, જી.ગાંધીનગરને રૂપિયા 3500 રૂપિયાની લાંચ લેતા ઝડપી લીધા છે. ટ્રેપનું

ગાંધીનગરઃ ગુજરાત એસીબીએ વધુ એક લાંચનો પર્દાફાશ કર્યો છે. ઝંખિતકુમાર મહેન્દ્રભાઇ રાવળ, નોકરી-વર્ક્સ મેનેજર, તાલુકા પંચાયત, માણસા, જી.ગાંધીનગરને રૂપિયા 3500 રૂપિયાની લાંચ લેતા ઝડપી લીધા છે.

ટ્રેપનું સ્થળ: મહારાજા પાન પાર્લર, બસ સ્ટેન્ડ પાસે, માણસા 

ફરિયાદીના પિતાના નામે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાન મંજુર થયેલું, જે મકાન બનાવવા ફરીયાદીના પિતાના બેંક ખાતામાં રૂ. 50 હજારનો હપ્તો જમા કરવા માટે લાંચ લેવામાં આવી હતી, ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો.
જેમાં આરોપી લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઇ ગયા હતા.

ટ્રેપીંગ અધિકારી: ડી.એ.ચૌધરી, મદદમાં એમ.એમ.સોલંકી, પોલીસ ઈન્સ્પેક્ટર, ગાંધીનગર એ.સી.બી.પો.સ્ટે

સુપરવિઝન અધિકારીઃ એ.કે.પરમાર,
મદદનીશ નિયામક, એ.સી.બી., ગાંધીનગર એકમ

facebook twitter