મુંબઇઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપ સાથે સંબંધિત 35 થી વધુ સ્થળો અને 50 કંપનીઓ પર દરોડા પાડ્યાં છે. યસ બેંકમાંથી 3000 કરોડ રૂપિયાના લોન છેતરપિંડી કેસમાં દિલ્હી અને મુંબઈમાં આ દરોડા પાડવામાં આવ્યાં છે.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર આ કાર્યવાહી સીબીઆઈ દ્વારા નોંધાયેલી બે એફઆઈઆર અને સેબી, નેશનલ હાઉસિંગ બેંક, બેંક ઓફ બરોડા, યશ બેંક અને નેશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ ઓથોરિટી (એનએફઆરએ) જેવી એજન્સીઓ પાસેથી મળેલી માહિતીના આધારે કરવામાં આવી છે.
SBIનું કહેવું છે કે RCom એ બેંક પાસેથી લીધેલી 31,580 કરોડ રૂપિયાની લોનનો દુરુપયોગ કર્યો હતો. તેમાંથી લગભગ 13,667 કરોડ રૂપિયા અન્ય કંપનીઓની લોન ચૂકવવામાં ખર્ચવામાં આવ્યાં હતા. 12,692 કરોડ રૂપિયા રિલાયન્સ ગ્રુપની અન્ય કંપનીઓને ટ્રાન્સફર કરવામાં આવ્યાં હતા.
બેંકોએ આ મામલે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) માં ફરિયાદ નોંધાવી હતી. અનિલ અંબાણી સામે મુંબઈ સ્થિત નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) માં પણ વ્યક્તિગત કાર્યવાહી ચાલી રહી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/