+

અમદાવાદની સોમ લલિત સ્કૂલમાં ચોથા માળેથી કૂદેલી વિદ્યાર્થિનીનું સારવારમાં મોત - Gujarat Post

પોલીસ તેની સાથે અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થિનીઓ, તેના ક્લાસ ટીચરની પૂછપરછ કરશે તેમજ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ અંગે પણ તપાસ કરવામાં આવશે અમદાવાદઃ શહેરના નવરંગપુરામાં આવેલી સોમ-લલિત સ્કૂલમાં ગુરૂવ

પોલીસ તેની સાથે અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થિનીઓ, તેના ક્લાસ ટીચરની પૂછપરછ કરશે

તેમજ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ અંગે પણ તપાસ કરવામાં આવશે

અમદાવાદઃ શહેરના નવરંગપુરામાં આવેલી સોમ-લલિત સ્કૂલમાં ગુરૂવારે રિસેષ દરમિયાન ચોથા માળેથી ધોરણ 10માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીએ કુદીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં ગંભીર ઇજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. જ્યાં આજે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

વિદ્યાર્થિનીએ ચોથા માળેથી કૂદકો માર્યો તે સમયના CCTV પણ સામે આવ્યા હતા. જેમાં હાથમાં કિચેઇન ફેરવતા ફેરવતા લોબીમાં આવી અને છલાંગ લગાવી લીધી હતી. વિદ્યાર્થિની 15 દિવસ પહેલા મહિનાની રજા બાદ ફરી સ્કૂલે આવી હતી.

છલાંગ લગાવતા પહેલા ક્લાસરૂમમાં બહાર પિલર પર માથું પછાડી ચીસો પાડી હતી. 12:27 વાગ્યે સ્કૂલના ચોથા માળની બાલકનીની રેલિંગ કૂદી હતી. વિદ્યાર્થિનીને બચાવવા તેની ફ્રેન્ડે પ્રયાસ કર્યો હતો, પણ સફળ રહી નહોંતી. આપઘાતના પ્રયાસ કરવા પાછળનું ચોક્કસ કારણ હજી અકબંધ છે. નવરંગપુરા પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

Trending :
facebook twitter