+

ગોંડલમાં નવું વોર શરૂ : હાર્દિકસિંહ જાડેજાએ કહ્યું અનિરુદ્ધસિંહ આ તો ટ્રેલર હતું, હવે જુઓ...

રાજકોટઃ ગોંડલ તાલુકાના રીબડા ગામ ખાતે આવેલા પેટ્રોલ પંપ ઉપર ગુરુવારના રોજ રાત્રિના 1:00 વાગ્યાના અરસામાં મોટરસાયકલ પર આવેલા બે જેટલા બુકાની ધારી વ્યક્તિઓ દ્વારા એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હ

રાજકોટઃ ગોંડલ તાલુકાના રીબડા ગામ ખાતે આવેલા પેટ્રોલ પંપ ઉપર ગુરુવારના રોજ રાત્રિના 1:00 વાગ્યાના અરસામાં મોટરસાયકલ પર આવેલા બે જેટલા બુકાની ધારી વ્યક્તિઓ દ્વારા એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું પણ સામે આવ્યું હતું. આ ઘટનામાં અંગત અદાવતમાં બદલા લેવાના ઈરાદે હાર્દિકસિંહ જાડેજાએ અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજા પર ફાયરિંગ કરાવ્યાનો ખુલાસો કર્યો હતો.

હાર્દિકસિંહ જાડેજા દ્વારા પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર જુદી જુદી સ્ટોરી અપલોડ કરી અગાઉ રાજદીપસિંહ જાડેજા તેમજ પીન્ટુ ખાટડી સહિતના સાથે થયેલી અદાવતના કારણે રાજદીપ સિંહ જાડેજાના ઘર પર નહીં પરંતુ પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગ કરાવ્યું હોવાની જવાબદારી લેવામાં આવી હતી.રાજકોટ ખાતે પીન્ટુ ખાટડીના નિવાસ્થાન પાસે તેના માણસો દ્વારા રેકી પણ કરવામાં આવી હોવાનો વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ આઈડી ઉપર અપલોડ કરવામાં આવ્યો હતો. રાજકોટ ગ્રામ્યના લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા હાર્દિક સિંહ જાડેજાની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર હાર્દિકસિંહ જાડેજા અગાઉ હત્યાના બનાવમાં પણ પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. ફાયરિંગની જવાબદારી હાર્દિકસિંહ જાડેજા નામના વ્યક્તિ દ્વારા લેવામાં આવી હતી. અગાઉ રાજદીપસિંહ જાડેજા તેમજ પીન્ટુ ખાટડી સહિતના સાથે થયેલી અદાવતના કારણે ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની કબૂલાત કરી. ઈન્સ્ટાગ્રામ આઇડીમાં સ્ટોરી અપલોડ કરી ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું. હાર્દિકસિંહ જાડેજા ઘણા સમયથી રાજકોટ ખાતે રહેતો હોવાનું સામે આવ્યું હતું.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

Trending :
facebook twitter