નવી દિલ્હીઃ સોમવારે સંસદના ચોમાસુ સત્રની શરૂઆત થઈ હતી અને આ દિવસે સાંજે જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપી દીધું હતું. જેનો ગઈકાલે સ્વીકાર કરવામાં આવ્યો હતો. જગદીપ ધનખડના રાજીનામા બાદ હવે નવા ઉપરાષ્ટ્રપતિ કોણ બનશે તેની અટકળો થઈ રહી છે.
હાલ થઈ રહેલી ચર્ચાઓ મુજબ બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર આ માટે પહેલી પસંદ હોઈ શકે છે. બિહાર ચૂંટણી જીતવા ભાજપ તેમને ઉપરાષ્ટ્રપતિ બનાવીને માસ્ટર સ્ટ્રોક મારી શકે છે. નીતિશ કુમાર 20 વર્ષથી બિહારના મુખ્યમંત્રી છે. જો સરકાર બને છે, તો ભાજપ બિહારમાં પોતાનો મુખ્યમંત્રી બનાવવા માંગશે. તેથી, નીતિશ કુમારને ઉપરાષ્ટ્રપતિ બનાવી શકાય છે.
આ સિવાય રવિશંકર પ્રસાદનું નામ પણ ચર્ચા છે. તેઓ ભાજપના સિનિયર નેતા છે અને બિહારથી આવે છે. તેઓ 19 વર્ષથી સાંસદ રહ્યાં છે. કેન્દ્રમાં રાજ્ય અને કેબિનેટ મંત્રી પણ રહ્યાં છે. તેમને કેન્દ્રીય રાજકારણમાં સારો એવો અનુભવ છે. વકીલ હોવાને કારણે, તેમની કાનૂની અને જટિલ બાબતો પર સારી પકડ છે. કેન્દ્રમાં વિપક્ષમાં લાંબા સમય સુધી રાજનીતિ કરી હોવાથી, તેમના અન્ય પક્ષો સાથે સારા સંબંધો છે.
શિવરાજસિંહ ચૌહાણું નામ પણ ઉપરાષ્ટ્રપતિ તરીકે ચર્ચાઈ રહ્યું છે. શિવરાજ OBC સમૂદાયમાંથી આવે છે. તેઓ જાતિ સમીકરણોની દ્રષ્ટિએ પણ ફિટ બેસે છે. શિવરાજ સિંહ ચૌહાણ હિન્દી ભાષી રાજ્યોમાં એક જાણીતો ચહેરો છે. શિવરાજ RSSના સમર્પિત કાર્યકર રહ્યા છે. તેમને RSSનો ટેકો પણ છે.