+

ગુજરાત, દિલ્હી અને નોઈડામાંથી અલ કાયદા મોડ્યુલનો પર્દાફાશ, 4 આતંકવાદીઓની ધરપકડ

અમદાવાદઃ ગુજરાત ATS એ એક મોટા આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે અને અલ કાયદા (AQIS) સાથે જોડાયેલા એક મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં ચાર આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. ગ

અમદાવાદઃ ગુજરાત ATS એ એક મોટા આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે અને અલ કાયદા (AQIS) સાથે જોડાયેલા એક મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં ચાર આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે.

ગુજરાત એટીએસ અધિકારીઓના જણાવ્યાં અનુસાર પકડાયેલા ચાર આતંકવાદીઓમાંથી બે ની ગુજરાત, એકની દિલ્હી અને એકની નોઈડા (ઉત્તર પ્રદેશ)માંથી ધરપકડ કરવામાં આવી છે. આ બધા આતંકવાદીઓ અલ કાયદાના AQIS સાથે સંકળાયેલા છે. ધરપકડ કરાયેલા આતંકવાદીઓની ઓળખ સૈફુલ્લાહ કુરેશી (પિતા: મોહમ્મદ રફીક), મોહમ્મદ ફરદીન (પિતા: મોહમ્મદ રઈસ), મોહમ્મદ ફૈક (પિતા: મોહમ્મદ રિઝવાન) તરીકે થઈ છે.

આતંકવાદી હુમલાની યોજના બનાવી રહ્યાં હતા

ગુજરાત ATS દ્વારા પકડાયેલા ચાર આતંકવાદીઓ વિશે ચોંકાવનારી માહિતી સામે આવી છે. ATS અનુસાર બધા આરોપીઓની ઉંમર 20 થી 25 વર્ષની વચ્ચે છે, તેઓ ભારતમાં મોટા આતંકવાદી હુમલા કરવાની યોજના બનાવી રહ્યાં હતા. ATS DIG સુનિલ જોશીએ જણાવ્યું કે હાલમાં આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. 

સોશિયલ મીડિયા દ્વારા એકબીજા સાથે જોડાયેલા હતા

ગુજરાત એટીએસનું કહેવું છે કે આ આતંકવાદીઓને કેટલાક ચોક્કસ અને સંવેદનશીલ સ્થળોને નિશાન બનાવવા માટે સૂચના આપવામાં આવી હતી. ચાર આતંકવાદીઓ સોશિયલ મીડિયા દ્વારા એકબીજા સાથે જોડાયેલા હતા.

ATS ભંડોળ, તાલીમ અને વિદેશી સંપર્કોની કડીઓ જોડી રહી છે

આ ધરપકડને સુરક્ષા એજન્સીઓની મોટી સફળતા છે, કારણ કે એક મોટું આતંકવાદી કાવતરું સમયસર નિષ્ફળ કરી દેવામાં આવ્યું છે. ગુજરાત ATS અને કેન્દ્રીય એજન્સીઓ હવે તેમના નેટવર્ક, ભંડોળ, તાલીમ અને વિદેશી સંપર્કોની કડીઓ જોડી રહી છે. આગામી દિવસોમાં આ કેસમાં વધુ ખુલાસા થશે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter