+

ભૂજમાં સગીર પોતાના ઘરમાંથી રૂ. 95 લાખની ચોરી કરીને મિત્ર સાથે ગોવા જતો હતો, એરપોર્ટ પર બંને પકડાઇ ગયા

કચ્છઃ ભૂજમાં એક સગીર છોકરાએ તેના ઘરમાંથી 95 લાખ રૂપિયાની રોકડ અને દાગીના ચોરી લીધા હતા. ત્યાર બાદ તે તેના મિત્ર સાથે ગોવા જવા રવાના થયો હતો. જ્યારે સગીરની માતાને આ વાતની જાણ થઈ ત્યારે તેણે પોલીસને જાણ

કચ્છઃ ભૂજમાં એક સગીર છોકરાએ તેના ઘરમાંથી 95 લાખ રૂપિયાની રોકડ અને દાગીના ચોરી લીધા હતા. ત્યાર બાદ તે તેના મિત્ર સાથે ગોવા જવા રવાના થયો હતો. જ્યારે સગીરની માતાને આ વાતની જાણ થઈ ત્યારે તેણે પોલીસને જાણ કરી હતી. બંને ફ્લાઇટ પકડવા માટે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યાં હતા. પરંતુ તે પહેલાં પોલીસે બંને સગીરોને એરપોર્ટ પરથી પકડી લીધા હતા.

પોલીસે જણાવ્યું કે ભૂજમાં રહેતા એક કોન્ટ્રાક્ટરનું 6 મહિના પહેલા અવસાન થયું હતું. ત્યારથી તેમની પત્ની વ્યવસાય સંભાળી રહી હતી. તે ધંધાકીય કામ માટે દિલ્હી ગયા હતા. દરમિયાન તેમના સગીર દીકરાએ ઘરમાં રાખેલી તિજોરી ખોલવાનો પ્રયાસ કર્યો હતો, આ માટે, તેણે એક ચાવી બનાવનારને પણ બોલાવ્યો હતો. બાદમાં તિજોરીમાં 25 લાખ રૂપિયા રોકડા અને સોનાના દાગીના કાઢી લીધા હતા. 

આ બધું લઈને સગીર તેના મિત્ર સાથે ગોવા જવા રવાના થયો હતો, તેણે એક એજન્ટ દ્વારા અમદાવાદથી ગોવાની ફ્લાઇટ બુક કરાવી હતી. ટિકિટ મેળવ્યાં પછી તે અમદાવાદ જવા રવાના થયો. જ્યારે તેની માતા ઘરે પરત ફર્યા, ત્યારે તેમને આ વાતની જાણ થતા જ પોલીસને જાણ કરી હતી. 

માહિતી મળતાં જ ભૂજ પોલીસે તપાસ શરૂ કરી અને જાણવા મળ્યું કે સગીર અમદાવાદ પહોંચી ગયો છે અને ગોવા જઈ રહ્યો છે. આ પછી, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને માહિતી આપવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક સગીર અને તેના મિત્રને એરપોર્ટ પરથી પકડી લીધા હતા. બંને ફ્લાઇટમાં ચઢવાના હતા, તે પહેલાં અમદાવાદ પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી. ક્રાઈમ બ્રાન્ચે બંનેને ભૂજ પોલીસને સોંપી દીધા હતા.

પોલીસનું કહેવું છે કે સગીર ગોવા જઈ રહ્યો હતો, પછી જ્યારે તે ડરી ગયો, ત્યારે તેણે તેની ગોવાની ટિકિટ રદ કરી અને કોલકાતા માટે ટિકિટ બુક કરાવી હતી, જેમાં તે ફ્લાઇટમાં ચઢી રહ્યો હતો, પછી પોલીસે તેને પકડી લીધો હતો.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter