બસમાં 80 મુસાફરો સવાર હતા
આગ લાગ્યા બાદ ડ્રાયવર, કડંકટર ફરાર થઈ ગયા
બેગુસરાયઃ બિહારના બેગુસરાયથી દિલ્હી તરફ જઈ રહેલી ખાનગી સ્લીપર બસમાં લખનઉના કિસાન પથ પર લખનઉ-રાયબરેલી રોડ, મોહનલાલગંજ ઉપર શોર્ટ સર્કિટથી આગ લાગી ગઈ હતી. આગ લાગ્યા પછી પણ આ બસ લગભગ એક કિલોમીટર સુધી દોડતી રહી. ડ્રાઈવર અને કંડક્ટર તરત જ ઘટના સ્થળેથી ભાગી ગયા હતા, બસમાં બેઠેલા મુસાફરોને પોલીસ અને સ્થાનિકોની મદદથી કાચ તોડીને બહાર કાઢવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડની ગાડીઓએ લગભગ અડધા કલાકમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. પરંતુ ફાયરકર્મી બસની અંદર ગયા ત્યાં પાંચ લોકોના મૃતદેહ મળ્યાં હતા. દાઝેલા મુસાફરોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં છે.
મૃતકોમાં બે બાળકો, બે મહિલાઓ અને એક પુરુષનો સમાવેશ થાય છે. દુર્ઘટનાનો સમય સવારે 5 વાગ્યાની આસપાસનો જણાવવામાં આવી રહ્યો છે. તે સમયે બધા લોકો બસમાં સૂઈ રહ્યાં હતા. એક પુરુષને છોડીને બાકી મુસાફરોની ઓળખ થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર આગ લાગ્યા પછી બસ થોડીવાર સુધી સળગતી હાલતમાં દોડતી રહી. ડ્રાઈવર અને કંડક્ટર કાચ તોડીને નીકળી ગયા હતા.
બસનો મુખ્ય ગેટ આગ લાગવાના કારણે જામ થઈ ગયો હતો. જે લોકો બારીનો કાચ તોડીને નીકળી શક્યા તેઓ બચી ગયા હતા. બચી ગયેલા લોકોએ જણાવ્યું કે બસ રોક્યા પછી ડ્રાઈવર અને કંડક્ટર, ડ્રાઈવરની પાસેની બારીમાંથી કૂદીને ભાગી ગયા હતા.
.jpg)
#WATCH | Uttar Pradesh | Lucknow South DCP Nipun Agarwal says, "This morning, the Mohanlalganj PS received information that a private sleeper bus from Begusarai, Bihar, to Delhi has caught fire... Unfortunately, five people from Bihar died in the fire... The passengers who have… https://t.co/LOEkTWYFyF pic.twitter.com/anKrE4T8k2
— ANI UP/Uttarakhand (@ANINewsUP) May 15, 2025