+

બાયજુસના સ્થાપક રવિન્દ્રન પર EDનો સકંજો, કરોડો રૂપિયાની હેરાફેરીનો આક્ષેપ

નવી દિલ્હીઃ કેન્દ્રીય એજન્સી EDએ BOI (બ્યુરો ઓફ ઈમિગ્રેશન) ને બાયજુસના સ્થાપક રવિન્દ્રન વિરુદ્ધ એલઓસી (લુક આઉટ સર્ક્યુલર) જારી કરવા જણાવ્યું છે. આ સૂચના બાદ રવિન્દ્રન દેશ છોડી શકશે નહીં. દોઢ વર્ષ પહેલ

નવી દિલ્હીઃ કેન્દ્રીય એજન્સી EDએ BOI (બ્યુરો ઓફ ઈમિગ્રેશન) ને બાયજુસના સ્થાપક રવિન્દ્રન વિરુદ્ધ એલઓસી (લુક આઉટ સર્ક્યુલર) જારી કરવા જણાવ્યું છે. આ સૂચના બાદ રવિન્દ્રન દેશ છોડી શકશે નહીં. દોઢ વર્ષ પહેલા ED કોચી ઓફિસે પણ રવિન્દ્રન વિરુદ્ધ એલઓસી જારી કર્યું હતું. જો કે, બાદમાં આ કેસ બેંગ્લોરની ઓફિસમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.

શું છે સમગ્ર મામલો ?

કંપનીની AGM પહેલા જ ગતિવિધીઓ તેજ બની છે. કેટલાક રોકાણકારો રવિેન્દ્રનને તેમના પદ પરથી હટાવવાનો પ્રયાસ કરી રહ્યાં હતા. બાયજુસ સામેના મુદ્દાઓમાં વિદેશી હૂંડિયામણના ઉલ્લંઘનના આરોપો છે. EDએ નવેમ્બર 2023માં ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ રૂ. 9362.35 કરોડના ઉલ્લંઘન બદલ બાયજુસને કારણ દર્શાવો નોટિસ ફટકારી હતી.

ઇડીએ થિંક એન્ડ લર્ન પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીને મળેલા વિદેશી રોકાણ અને કંપનીના બિઝનેસ અંગેની વિવિધ ફરિયાદોને આધારે તપાસ શરૂ કરી હતી. ત્યારે હવે પહેલાથી આર્થિક તંગીમાં ગયેલા આ કંપનીની મુશ્કેલીઓ વધી રહી છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

facebook twitter