+

Bihar Election Results: NDA માટે રવીન્દ્ર જાડેજા સાબિત થયા ચિરાગ, બિહાર ચૂંટણીમાં નિભાવ્યો ફિનિશરનો રોલ!

પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણી 2025: બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDA ભારે બહુમતી તરફ આગળ વધી રહ્યું છે, ચિરાગ પાસવાનની LJP(RV)એ ફિનિશરની જેમ મહત્વની ભૂમિકા ભજવી છે. ચિરાગ પાસવાનની LJP(રામવિલાસ પાસવાન)એ

પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણી 2025: બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDA ભારે બહુમતી તરફ આગળ વધી રહ્યું છે, ચિરાગ પાસવાનની LJP(RV)એ ફિનિશરની જેમ મહત્વની ભૂમિકા ભજવી છે. ચિરાગ પાસવાનની LJP(રામવિલાસ પાસવાન)એ એક એવા ફિનિશરની ભૂમિકા ભજવી, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. જેમ ક્રિકેટમાં રવીન્દ્ર જાડેજા છેલ્લી ઓવરોમાં ધમાકેદાર ઇનિંગ રમીને મેચ પોતાના નામે કરી લે છે, ચિરાગ પાસવાને પણ NDA માટે એવું જ પ્રદર્શન કરી બતાવ્યું હતું

29 બેઠકો પર ચૂંટણી લડેલી પાર્ટી

LJP(RV) આ ચૂંટણીમાં 29 બેઠકો પર લડી રહી હતી, જ્યારે ભાજપ અને જેડીયુ 101-101 બેઠકો પર ચૂંટણી લડી રહ્યાં હતા. મોટી પાર્ટીઓએ ઓપનિંગ બેટ્સમેનની જેમ મજબૂત શરૂઆત કરી, પરંતુ ફિનિશિંગ ટચ ચિરાગની પાર્ટીએ આપવાનું હતું અને તેમણે આ કામ શાનદાર રીતે કર્યું.

2024માં 5 બેઠકો પર જીત નોંધાવી હતી

2024ની લોકસભા ચૂંટણીમાં 5 બેઠકો પર 5 જીત નોંધાવી ચૂકેલા ચિરાગને વડાપ્રધાન મોદીએ હનુમાન કહ્યા હતા, તેઓ 2025માં ફરીથી હેડલાઇન્સમાં આવી ગયા છે. 29માંથી 19 બેઠકો પર સરસા મેળવી છે. મગધ, સીમાંચલ અને પાટલીપુત્ર પ્રદેશોમાં પાર્ટીએ ઉત્તમ પ્રદર્શન કર્યું છે, અને 5 ટકાથી વધુ વોટ શેર હાંસલ કર્યો છે.

2020ની સરખામણીમાં ચોંકાવનારું પ્રદર્શન

આ પ્રદર્શન 2020ની સરખામણીમાં ચોંકાવનારું છે. ત્યારે 137 બેઠકો પર ચૂંટણી લડીને LJP (રામ વિલાસ) માત્ર એક જ જીત મેળવી શકી હતી અને તેની એન્ટી-નીતીશ ઝુંબેશથી જેડીયુને મોટું નુકસાન થયું હતું. પરંતુ આ વખતે NDAની સાથે રહેતા ચિરાગે ન માત્ર પોતાની પાર્ટીને મજબૂત કરી, પણ નીતીશ કુમાર અને સમગ્ર NDAની બેઠકોમાં પણ વધારો કર્યો હતો.

ચિરાગ પાસવાને પોતાને હનુમાન સાબિત કર્યા

આ રીતે ચિરાગ પાસવાને પોતાને ખરેખર હનુમાન સાબિત કર્યા હતા, જે ગઠબંધનને મજબૂતી આપતા જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ જીત પછી NDAમાં ચિરાગનું કદ વધુ વધશે, અને બિહારના રાજકારણમાં સમીકરણ પણ બદલાશે. જેડીયુ અને LJP(RV) વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી કડવાશ વચ્ચે આ પરિણામો ચિરાગ માટે રાજકીય મૂડીનું કામ કરશે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter