જોરદાર વિરોધ પ્રદર્શન...ભાવનગરમાં ભાજપ ઉમેદવારની સભામાં ક્ષત્રિયોએ કાળા વાવટા ફરકાવ્યાં

02:05 PM Apr 16, 2024 | gujaratpost

ભાવનગરઃ ભાજપે ક્ષત્રિયોને નજર અંદાજ કર્યાં હોય તેમ લાગી રહ્યું છે, આજે લોકસભાની રાજકોટ બેઠક માટે પરસોત્તમ રૂપાલાએ વાજતે ગાજતે ઉમેદવારી નોંધાવી દીધી છે અને આડકતરી રીતે કહી દીધું છે કે હું ક્ષત્રિય સમાજ સામે ઝુકીશ નહીં, બીજી તરફ ભાજપ અને ક્ષત્રિય સમાજનું અપમાન કરનારા રૂપાલા સામે હવે રાજ્યભરમાં રોષ વધી રહ્યો છે.

ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણિયાની ચૂંટણીસભા વખતે જ જોરદાર હોબાળો થયો હતો, ક્ષત્રિય યુવાનોએ અહીં પહોંચીને  કાળા વાવટા બતાવ્યાં હતા, જ્યારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનું ભાષણ ચાલું હતુ ત્યારે જ આ યુવાનોએ હોબાળો કર્યો હતો, જો કે પોલીસે પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી.

રૂપાલાને મુદ્દે તમામ 26 લોકસભા બેઠકો પર ક્ષત્રિય સમાજ પ્રદર્શન કરશે અને જો ભાજપે હજુ આ મુદ્દે કોઇ પગલું નહીં લે તો ક્ષત્રિય સમાજ પણ લડી લેવાના મૂડમાં છે. રાજકોટ, ભાવનગર સહિત અનેક બેઠકો પર પ્રદર્શન ઉગ્ર બની રહ્યું છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post