અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સના ઘર પર હુમલો, એક શંકાસ્પદ કસ્ટડીમાં

09:20 AM Jan 06, 2026 | gujaratpost

વોશિંગ્ટન ડીસીઃ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સના ઓહાયો રાજ્યના સિનસિનાટી સ્થિત નિવાસસ્થાન પર હુમલો થયો છે. આ હુમલામાં ઘરની બારીઓને નુકસાન પહોંચ્યું છે, જો કે ઘટના સમયે ઉપરાષ્ટ્રપતિ કે તેમનો પરિવાર ઘરમાં હાજર ન હતા.

રવિવારે રાત્રે 12:15 વાગ્યે આ ઘટના બની હતી. સિનસિનાટીમાં આવેલું વેન્સનું આલીશાન નિવાસસ્થાન, જે 23 લાખ એકરમાં ફેલાયેલું છે. પોલીસે તુરંત કાર્યવાહી કરતા એક શંકાસ્પદ વ્યક્તિને ઝડપી લીધો છે.

અહેવાલ મુજબ, શંકાસ્પદ વ્યક્તિ ઘરની અંદર ઘૂસવામાં સફળ રહ્યો ન હતો, પરંતુ ઘરની બારીઓ તોડી નાખવામાં આવી હતી. આ હુમલો પૂર્વનિયોજિત હતો કે નહીં તે દિશામાં એજન્સીઓ તપાસ કરી રહી છે.

જેડી વેન્સ છેલ્લા એક અઠવાડિયાથી સિનસિનાટીમાં જ રોકાયા હતા, પરંતુ સદનસીબે તેઓ રવિવારે બપોરે જ શહેર છોડીને રવાના થયા હતા. આ મામલે હજુ સુધી વ્હાઇટ હાઉસ કે સિક્રેટ સર્વિસ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી.