યુવકે ત્રણ બાઇક સવારોને ટક્કર મારી હતી
જેમાંથી બે લોકોનાં ઘટના સ્થળે જ મોત થઇ ગયા હતા
જ્યારે અન્ય બે લોકોનાં સારવાર દરમિયાન મોત થયા હતા
આણંદઃ એક યુવકે નશામાં ધૂત થઈને કાર ખૂબ સ્પીડમાં હંકારતા જુદી જુદી બાઇક પર જઇ રહેલા લોકોને ટક્કર મારી હતી. કારની ટક્કરથી ચાર લોકોનાં મોત થઇ ગયા હતા. લંડનમાં અભ્યાસ કરતો જેનીશ પટેલ તાજેતરમાં ગુજરાત પાછો આવ્યો હતો. ટૂંક સમયમાં તે લંડન પાછો જવાનો હતો. રવિવારે તેણે તેના મિત્રોને પાર્ટી આપી હતી. તેણે મિત્રો સાથે દારૂ પણ પીધો હતો.
પાર્ટી પછી તે નશામાં ગાડી ચલાવી રહ્યો હતો. દરમિયાન ત્રણ બાઇક સવારોને તેની કારને ટક્કર મારી હતી. જેમાંથી અંકિતા બદલાણીયા અને જતીન હડિયાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે લોકોનું સારવાર દરમિયાન મોત થયું હતું.
ત્રણ બાઇક સવારોને ટક્કર મારી
પોલીસના જણાવ્યાં અનુસાર જેનીશ દારૂના નશામાં હતો. તેણે ત્રણ બાઇક સવારોને ટક્કર મારી હતી. આ રીતે કારે સાત લોકોને ટક્કર મારી હતી. જેમાંથી ચારના મોત થયા છે. પોલીસે આરોપી જેનીશ સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો