+

વીડિયો, અમદાવાદમાં સ્પા સેન્ટરના માલિકે મહિલા ભાગીદારને બેરહેમીથી માર માર્યો, છોકરી મદદ માટે બૂમો પાડતી રહી

અમદાવાદઃ સિંધુ ભવન રોડ પર એક સ્પા સેન્ટર બહારનો હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે, જેના પર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. સિંધુ ભવન રોડ પર એક વ્યક્તિ એક છોકરી પર હુમલો કરી રહ્યો હતો. હુમલાની ઘટનાના સીસીટી

અમદાવાદઃ સિંધુ ભવન રોડ પર એક સ્પા સેન્ટર બહારનો હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે, જેના પર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. સિંધુ ભવન રોડ પર એક વ્યક્તિ એક છોકરી પર હુમલો કરી રહ્યો હતો. હુમલાની ઘટનાના સીસીટીવી ફૂટેજ વાઈરલ થતાં આ વીડિયો પોલીસ સુધી પહોંચી ગયો હતો. જેમાં ખુલાસો થયો હતો કે હુમલો કરનાર વ્યક્તિનું નામ મોહસીન છે અને તે ગેલેક્સી સ્પાનો માલિક છે. તે જેને માર મારી રહ્યો છે તે તેનો બિઝનેસ પાર્ટનર છે.

આ વીડિયો 25 સપ્ટેમ્બરનો છે. મોહસિને પહેલા તેના બિઝનેસ પાર્ટનરને ક્રૂરતાથી ખેંચી લીધી હતી. ત્યારબાદ તેને માર માર્યો હતો. એક યુવકે પીડિતાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મોહસીને પીડિતાને મારવાનું ચાલુ રાખ્યું હતું. આ કેસમાં પહેલા કોઈ એફઆઈઆર થઇ ન હતી, પરંતુ જ્યારે બોડકદેવ પોલીસે વીડિયો જોયા બાદ પીડિત યુવતીને ટ્રેસ કરી તો તેને મોહસીન વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી હતી.

પીડિતાએ પોલીસને જણાવ્યું કે તે મોહસીનની બિઝનેસ પાર્ટનર હતી. 25 સપ્ટેમ્બરે યુવતીનો સ્પામાં ઝઘડો થયો હતો. બાદમાં મોહસીન ત્યાં આવ્યો અને મહિલા સાથે ઝઘડો કરવા લાગ્યો. વિવાદ એટલો વધી ગયો કે બંને વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ. મોહસીને તેને નિર્દયતાથી મારવાનું શરૂ કર્યું. પીડિતાએ જણાવ્યું કે તે ઉત્તર-પૂર્વ ભારતની રહેવાસી છે. તે કામ અર્થે અમદાવાદમાં રહે છે. હાલ પોલીસે મોહસીન સામે ગુનો નોંધ્યો છે. કેસમાં આગળની કાર્યવાહી ચાલુ છે

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

facebook twitter